Site icon Revoi.in

શું નોકરીમાં વારંવાર આવે છે સમસ્યા ? તો આ ઝાડ પર બાંધી દો લાલ દોરો, સમસ્યા થઈ જશે દુર

Social Share

સનાતન ધર્મ અનુસાર દેવી-દેવતાનો સંબંધ કોઈને કોઈ છોડ કે ઝાડ સાથે પણ હોય છે. તેથી જ ભગવાનની પૂજા સાથે છોડ અને ઝાડની પૂજાને પણ મહત્વ આપવામાં આવ્યું છે. કેટલાક વિશેષ તહેવારો પર ઝાડની પૂજા પણ કરવામાં આવે છે. કેટલીક ધાર્મિક માન્યતા તો એવી પણ છે કે જો વ્યક્તિને પોતાની કોઈ ખાસ મનોકામના પૂર્ણ કરવી હોય તો તેના માટે પણ ઝાડના કેટલાક ઉપાય કરી શકાય છે. જેમાં એક પૌરાણિક પ્રથા ઝાડ પર નાડાછડી બાંધવાની પણ છે. નાડાછડી એ લાલ દોરો છે જેનો ઉપયોગ પૂજામાં કાંડુ બાંધવામાં કરવામાં આવે છે. આ દોરાને કેટલાક ઝાડ પર બાંધવાથી મનોકામના પૂર્ણ પણ થાય છે. તો ચાલો તમને જણાવીએ નાડાછડીને કયા ઝાડ પર બાંધવાથી કઈ મનોકામના પૂર્ણ થઈ શકે છે.

તુલસીનો છોડ
સનાતન ધર્મમાં તુલસીના છોડને પૂજનીય માનવામાં આવ્યો છે. તુલસીના છોડની પૂજા કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ વધે છે અને ધનના દેવીમાં લક્ષ્મી પ્રસન્ન થાય છે. તુલસીની પૂજા કરનાર વ્યક્તિના જીવનમાં ધનની ખામી સર્જાતી નથી. તુલસીના છોડમાં લાલ દોરો બાંધવાથી માતા લક્ષ્મી હંમેશા પ્રસન્ન રહે છે

પીપળાનું ઝાડ
ધાર્મિક માન્યતા અનુસાર પીપળાની વિધિપૂર્વક પૂજા કરવાથી જીવનના દુઃખ અને સંકટ દૂર થાય છે. ખાસ કરીને શનિદોષ કે પિતૃદોષ હોય તો પીપળામાં પાણી ચડાવવાથી અને તેની નીચે દીવો કરવાથી લાભ થાય છે. આ સિવાય જો કોઈ વ્યક્તિને કારકિર્દીમાં સફળતા મળતી ન હોય તો પીપળાના ઝાડની પૂજા કરી તેના પર લાલ દોરો બાંધવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિને કરિયરમાં સફળતા મળે છે.

વડનું ઝાડ
વડલાના ઝાડમાં ભગવાન વિષ્ણુ, મહાદેવ તેમજ બ્રહ્માજીનો વ્યાસ હોય છે. આ ઝાડની વિધિપૂર્વક પૂજા કરવાથી ત્રિદેવ પ્રસન્ન થાય છે. ખાસ કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ જો આ ઝાડની પૂજા કરીને તેના પર લાલ દોરો બાંધે છે તો તેના પતિનું આયુષ્ય લાંબુ થાય છે.

શમીનું ઝાડ
શમીની પૂજા કરવાથી પણ કુંડળીમાં શનિની સ્થિતિ મજબૂત થાય છે.. સાથે જ જીવનમાં આવેલા કષ્ટથી છુટકારો મળે છે. શમીના ઝાડ પર નાડાછડી બાંધવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને શનિ દોષ તેમજ રાહુ દોષની અસર ઓછી થાય છે.

Exit mobile version