Site icon Revoi.in

શું તમે પણ ઘરકુકડા છો, તો હવે ઘરમાં રહેવાની આદત છોડીને ફરવાની ટેવ પાડો, હેલ્થ માટે ફરવું સારી બાબત

Social Share

સાહિન મુલતાનીઃ-

સામાન્ય રીતે આજકાલ ફરવાનો ઘણા લોકોને શોખ છે તો કેટલાક લોકો જાણે મોબાઈલને પોતાની દુનિયા બનાવીને ઘરમાં બેસી રહે છે, જો કે આ આદત પછી કાયમી આદત બની જાય ચે,આજે ઘણા 18 થી 25 વર્ષની વયના કિશોરો મોબાઈલને જ જાણે દુનિયા માની બેઠા છે, મોબાઈલથી બહાર આવતા નથી, તેઓના દરેક કામો તેઓ ઘરમાંથી જ કરી લે છે જેના કારણે તેઓ લોકો તાશે સંપ્રક ઘટાડે છે, લોકો અને સમાજથી તેઓ ઘીરે ઘીરે દૂર થતા જાય છે પરિણામે એક સમય એવો આવે છે કે તેઓ પોતાના ઘરને જ કમ્ફર્ટ જોન માનવા લાગે છે ,ન તો તેઓ બહાર ફરવા જાય છે કે નતો કોઈને મળવા કે પછી ન તો તેઓ કોઈ શોખ માટે બહાર જાય છે.

જો કે તમને નવાઈ લાગશે જ્યા એક વર્ગ એવો પણ છે જે અવારનવાર મિત્રો સાથે બહાર જાય છે ફરે છે તેની સામે ઘણા લોકો ઘરમાં બેસવાનું પસંદ કરે છે,તો જાણીલો કે તમારી આ આદત તમારી હેલ્થને નુકશાન પહોંચાડી રહી છે, તમે હવે જાણીલો કે ઘરમાં રહેવા કરતા ફાયદો ફરવામાં છે ,ફરવાથી મન પ્રફુલિત બને છે, માનસિત ત્રાસ ઓછો થાય છે.ગુસ્સા વાળો સ્વભાવ શાંત થાય છે,તેનાથી વિપરીત કે જો તમે ઘરમાં ને ઘરમાં જ પડ્યા પાથરા રહો છો તો તમારું માનસિક સ્વાસ્થ્ય ખરાબ ચોક્કસ થશે.

ત્યાર બાદ એક સમય એવો પણ આવશે કે તમારા સ્વભાવમાં ચિડીયાપણું આવી જશે અને તમને ઘરના લોકો સાખે 5 મિનિટ બેસવું પણ નહી ગમે, જમતા સમયે પણ તમે ફોનનો યૂઝ ટાળશો નહી અને આવી સ્થિતિ આવે એટલે સમજવું કે તમારું સ્વાસ્થ્ય માનસિક રીતે નબળું પડી રહ્યું છે.

માનસિક અને શારીરિક બિમારીઓનું એક મુખ્ય કારણ તણાવ છે. પરંતુ, જો તમે નિયમિતપણે મુસાફરી કરો છો અથવા વેકેશન પર જતા રહો છો, તો તેનાથી તણાવ ઓછો થાય છે. જ્યારે વ્યક્તિ નિયમિત પ્રવૃત્તિઓમાંથી વિરામ લે છે અને વેકેશન પર જાય છે, ત્યારે તે ફરીથી રિચાર્જ કરે છે અને નવી તાજગી સાથે કામ કરે છે.