Site icon Revoi.in

જોરજોરથી તમે પણ બોલાવો છો નસ્કોરા ? તો હવે આ રીતે મેળવી શકો છો તેમાંથી છૂટકારો

Social Share

ઘણા લોકો ઊંધમાં મોટે મોટે થી નસ્કોરા બોલાવતા હોય છે ત્યારે આવી સ્થિતિમાં બાજૂમાં સુતેલા લોકોની ઊંધ ખરાબ થાય છે  જો તમને પણ મોટે મોટેથી નસ્કોરા બોલાવાની આદત છએ તો તમે તેમાંથી ઘરેલું ઉપાય વડે છૂટકારો મળવી શકો છો અને બીજાની ઊઁધને આરામ આપી શકો છો.

આલ્કોહોલનું સેવન ટાળો

જો તમે આલ્કોહલ લઈ રહ્યા છો તો તમને નસ્કોરા બોલાવાની ટેવ હોઈ શકે છે,દારૂ પીવાને લીધે ઊંઘ દરમિયાન માંસપેશીઓ વધારે રિલેક્સ થઈ જાય છે અને તેના કારણે ઍર-વે વધુ સંકુચિત થઈ જાય છે.તેથી આ આદત છોડીદો

એક સાઈડ સુવાની આદત રાખો

જ્યારે સીધી છાતીએ સુવામાં આવે ત્યારે જીભ, દાઢી તેમજ દાઢીના નીચેના ભાગના સ્નાયુઓ ઍર-વેમાં ખલેલ પહોંચાડે છે.જો એ રીતે ઊંઘવાની આદત હોય અને નસકોરાં બોલી શકે છે. એ ટાળવા માટે આડા પડખે ઊંઘવું જોઈએ.

નાકમાં ઓલિવ ઓઈલ નાખવું

જેને શ્વાસ લેવામાં ઘણી વાર તકલીફ થતી હોય તેઓ નાકમાં ઓલિવ ઓઈલ નાખીને તેને સાફ કરી શકે છે. રાત્રે સૂતા પહેલા આના થોડા ટીપા નાકમાં નાખીને સૂઈ જાઓ અને આમ કરવાથી ધીરે ધીરે નસકોરાની સમસ્યા દૂર થઈ જશે.