Site icon Revoi.in

તહેવારના ટાણે જ તમારી મસ્કરા સુકાઈ ગઈ છે ? તો હવે મસ્કારાને નવી બનાવા માટેની ટિપ્સ જાણીલો

Social Share

સામાન્ય રીતે દરેક સ્ત્રીઓ સુંદર દેખાવા માટે મેકઅપનો સહારો લે છે,જેમાં મસ્કારાનો પણ સમાવેશ થાય છે ઘણી વખત મસ્કરા સુકાઈ જાય છે તો આપણે તેને ફેંકી દેતા હોઈએ છીએ પણ હવે તમને કેટલીક એવી ટિપ્સ બતાવીશું જેને ફોલો કરીનવે તમે તમારી સુકાયેલી મસ્કારાને નવી નક્કોર જેવી બનાવી શકો છો.

બેબી ઓઈલ

જ્યારે મસ્કરા સુકાઈ જાય, ત્યારે તેમાં બેબી ઓઈલના થોડા ટીપા ઉમેરી શકો છો. સૂકા મસ્કરામાં તમારી પસંદગીના કોઈપણ બેબી ઓઈલના 7 થી 8 ટીપાં ઉમેરો અને તેને સારી રીતે મિક્સ કરીલો. આમ કરવાથી મસ્કરા એકદમ નવી બની જશે.સરળતાથી તેને પાપંણ પર લગાવી શકાશે.

ગરમ પાણી

જ્યારે મસ્કરા સુકાઈ જાય, ત્યારે મસ્કરાની બોટલનું ઢાંકણ ચુસ્તપણે બંધ કરી દો, એક વાસણમાં ગરમ ​​પાણી ભરો અને તે ગરમ પાણીના વાસણમાં મસ્કરાને થોડીવાર માટે છોડી દો, આમ કરવાથી મસ્કરા સંપૂર્ણપણે ઠીક થઈ જશે. જે સૌથી સરળ રીત પણ છે

દિવેલ

જો તમે ઈચ્છો તો દિવેના 5-6 ટિપા મસ્કરામાં નાખીને તેને એક લાકડીની મદદદથી બરાબર મિક્સ કરીલો ત્યાર બાદ મસ્કરાનું બ્રેશ અંદર મિક્સ કરો આમ કરવાથી મસ્કરા ભીની અને સારી બની જશે.

એલોવેરાનો પલ્પ

જ્યારે પણ મસ્કારા સુકાઈ જાય, ત્યારે તમે એલોવેરા જેલના થોડા ટીપા સીધા મસ્કરાની બોટલમાં મિક્સ કરી દો,એટલે કે મસ્કરામાં એલોવેરા જેલ ઉમેરો અને તેને બ્રશની મદદથી મિક્સ કરીલો. આમ કરવાથી મસ્કરા નવી જેવી ભીની અને સરસ થઈ જશે અલોવેરા કુદરતી હોવાથી આંખોને નુકશાન પણ નહી થાય