Site icon Revoi.in

નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહની નિયુક્તિ સામેની અરજી નામંજૂર

Social Share

ભારતીય નૌસેના પ્રમુખ એડમિરલ કરમબીર સિંહની નિમણૂક વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દેવામાં આવી છે. આર્મ્સ ફોર્સિસ ટ્રિબ્યૂનલે આ અરજીને નામંજૂર કરી છે. નૌસેનાના વાઈસ એડમિરલ બિમલ વર્માએ કરમબીરસિંહની નૌસેનાના પ્રમુખ તરીકેની નિયુક્તિના સરકારના નિર્ણયને આર્મ્સ ફોર્સિસ ટ્રિબ્યૂનલમાં પડકાર્યો હતો. આ અરજી પર સુનાવણી દરમિયાન ટ્રિબ્યૂનલે અરજી નામંજૂર કરી હતી.

એડમિરલ કરમબીર સિંહે 31 મેના રોજ 24મા નૌસેના પ્રમુખ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. તેમણે એડમિરલ સુનીલ લાંબાનું સ્થાન લીધું હતું. નૌસેનાના પ્રવક્તાએ ટ્વિટ કર્યું હતું કે એડમિરલ કરમબીરસિંહ પીવીએસએમ એવીએસએમ એડીસીએ નૌસેનાના સ્ટાફના 24મા પ્રમુખ તરીકેનો પદભાર ગ્રહણ કર્યો હતો. એડમિરલ લાંબાએ સાઉથ બ્લોકમાં એક સમારંભમાં એડમિરલ કરમબીરસિંહને પ્રભાર સોંપ્યો હતો.

ગ્રે ઈગલ એટલે કે સૌથી વરિષ્ઠ નૌસૈનિક વાયુયાન ચાલક એડમિરલ કરમબીર સિંહ એક હેલિકોપ્ટર પાયલટ રહ્યા છે અને ઘણી મહત્વપૂર્ણ કમાનો પર અધિકાર ધરાવે છે. તેમા મહત્વપૂર્ણ ઈસ્ટર્ન કમાન્ડ પણ સામેલ છે. જે પરમાણુ સબમરીનોનું સંચાલન કરે છે. પોતાના પ્રારંભિક દિવસોમાં ચેતક, કોમોવ-25 અને કામોવ-28 હેલિકોપ્ટરનું ઉડ્ડયન કરવાની સાથે એડમિરલ કરમબીર સિંહ 39 વર્ષનો અનુભવ ધરાવે છે. એડમિરલ કરમબીર સિંહ નવેમ્બર-2021 સુધી નૌસેનાના પ્રમુખના પદ પર કાર્યરત રહેશે.