Site icon Revoi.in

બિહારમાં સેનાનું એરક્રાફ્ટ તૂટ્યુ- ગ્રામીણો એ 2 જવાનોને  સહીસલામત બહાર કાઢી ખંભા પર ઉપાડીને વિમાનને રોડ સુધી પહોંચાડ્યું

Social Share

લખનૌ 0 વિતેલા દિવસને શુર્કવારે બિહારમાં સેનાનું એરક્રાફ્ટ તૂટી પડવાની ઘટના સામે આવી છે, જો કે આ ઘટનામાં સવાર સેનાના જવાનોનો આબાદ બચાવ થયો હતો, પ્રાપ્ત માહિતી પ્રમાણે લશ્કરનું એક માઈક્રોલાઈટ એરક્રાફ્ટ શુક્રવારે બોધ ગયામાં તૂટી પડ્યું હતું.આ વિમાન તૂટીને નજીક આવેલા બિગહા ગામના એક ખેતરમાંઆવીને પડ્યું હતું.

આ કસ્માતની ઘટનામાં એરક્રાફ્ટનું એક વ્હિલને નુકસાન થયું હતું. આ પ્લેન ટેકનિકલ ખામીને લીધે તૂટી પડ્યું હોવાની માહિતી મળી છે. જો કે તેમાં 2 જવાનોને સ્થાનિક ગ્રામીણોએ સુરક્ષિત રીતે બહાર કાઢી લીધા હતા. ત્યારબાદ સૌ  ગ્રામીણઓ એ જે કર્યું તે જોવા લાયક હતું.

સામાન્ય રીતે આપણે સૌ કોઈએ બગડી ગયેલી કારને ઘક્કો મારતા તો જોયું જ હશે પરંતુ આ સેનાનું વિમાન તૂટી પડતા તેવું વ્હિલ નીકળી ગયું હતું જેને કારણે ઘટના સ્થળે એકઠા થયેલા તમામ ગ્રામજનોએ આ વિમાનને પોચાના ખભા પર ઊપાડી લીધું હતું અને તેને મેઈન રસ્તા સુધી પહોંચાડ્યુંહતું ,ગ્રામજનોની મદદથી વિમાનમાં સવાર બન્ને જવાનોનો આબાદ બચાવ થયો છે.જો કે આ દ્રશ્યો ખરેખર જોવા લાયક હતા, કે એક એરક્રાફ્ટને ગ્રામીણઓએ ખભાર પર ઉપાડી લીધું.

ઘટનાની જાણ થતા જ  મોટી સંખ્યામાં લોકો ત્યાં એકત્રિત થઈ ગયા હતા. માહિતી મળતા લશ્કરના જવાનો પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. એક કલાકમાં જ એરક્રાફ્ટના તમામ પાર્ટ્સને ખોલી લેવામાં આવ્યા. આ પ્લેન તાલીમ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એરક્રાફ્ટની ડિઝાઈન એવી રીતે તૈયાર કરાવમાં આવે છે કે કોઈ દુર્ઘટનાની સ્થિતિમાં જાનહાનિ સર્જાય નહીં.