Site icon Revoi.in

સેનાના પ્રમુખ મનોજ પાંડે આજે હિંસાગ્રસ્ત મણીપુરની મુલાકાત લેશે – સેનાના જવાનોને મળીને સ્થિતિની સમિક્ષા કરશે

Social Share

દિલ્હીઃ- આજરોજ શનિવારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડે રાજ્યની સ્થિતિની સમીક્ષા કરવા  હિંસાગ્રસ્ત મણિપુરની મુલાકાત લેશે. અધિકારીઓએ આપેલી જાણકારી અનુસાર ચીફના ઈસ્ટર્ન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાણા પ્રતાપ કલિતા પણ તેમની બે દિવસીય મુલાકાત દરમિયાન આર્મી ચીફની સાથે રહેશે.

આ બાબતે વધુ વિગત મુજબ એકજનરલ પાંડે અને લેફ્ટનન્ટ જનરલ કલિતા સમુદાયો વચ્ચે ચાલી રહેલી જાતિ હિંસાની પૃષ્ઠભૂમિમાં જમીની સ્થિતિની સમીક્ષા કરવા માટે દિલ્હીથી ઇમ્ફાલ પહોંચશે.આ સહીત સેના પ્રમુખ પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે રાજ્યપાલ, મુખ્યમંત્રી અને સુરક્ષા સલાહકારને  પણ મળશે.

આપણે જાણીએ છીએ તેમ મણિપુરમાં અનુસૂચિત જનજાતિનો દરજ્જો મેળવવાની મતૈઈ સમુદાયની માંગના વિરોધમાં 3 મેના રોજ પહાડી જિલ્લાઓમાં ‘આદિવાસી એકતા માર્ચ’નું આયોજન કરવામાં આવ્યું હતું તે પછી અથડામણ થઈ હતી.ત્યારથી અહી હિંસા ભર્યુ વાતાવરણ જોવા મળી રહ્યું છે એટલા માટે તેમની આ મુલાકાત મહત્વપૂર્મ માનવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે મતેઈ સમુદાય, જે મણિપુરની 53 ટકા વસ્તી ધરાવે છે,જેઓ  મોટાભાગે ઇમ્ફાલ ખીણમાં રહે છે. આદિવાસીઓ – નાગા અને કુકી વસ્તીના 40 ટકા છે અને પહાડી જિલ્લાઓમાં રહે છે. મણિપુરમાં વંશીય અથડામણમાં 70 થી વધુ લોકોના મોત થયા હતા અને ઉત્તરપૂર્વીય રાજ્યમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે લગભગ 10,000 સૈન્ય અને અર્ધ-લશ્કરી કર્મચારીઓને તૈનાત કરવા પડ્યા હતા.આ સાથે જ હજારો લોકોએ ઘર છોડીને બીજે આશ્રણ લેવો પડ્યો હતો ,અનેક જગ્યાઓ ઈન્ટરનેટચ સેવા બંઘ કરાઈ હતી તો કર્ફ્ૂયુ પણ લાગુ કરાયું હતું ત્યારે હવે આર્મી ચીફ અહી સેનાના જવાનોને મળીને સ્થિતિની સમિક્ષા કરશે.