- આર્મી પ્રમુખ નરવણે લદ્દાખ-સીયાચીન ક્ષેત્રની મુલાકાતે
- સૈનાના મનોબળને પ્રોસ્તાહન આપી તેમની પ્રસંશા કરી
દિલ્હીઃ-આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે મંગળવારના રોજ સિયાચીન અને પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં પહોંચ્યા હતા. તેમણે અહીં તૈનાત સેનાની ઓપરેશનલ સ્થિતિ અને અન્ય તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે વિપરીત પરિસ્થિતિમાં તૈનાત સૈનિકોને મળીને પ્રોત્સાહન આપ્યું હતું.
જનરલ નરવણે સાથે ઉત્તરીય કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ વાય.કે.જોશી અને લદ્દાખમાં સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ પી.જી.કે. મેનન પણ ઉપસ્થિતિ રહ્યા હતા. સિયાચીનના હનીફ સબ સેક્ટરમાં હિમપ્રપાતની ઘટના બન્યાના એક દિવસ પછી જ સેના પ્રમુખે આ મુલાકાત લીધી છે. આ ઘટનામાં સેનાના બે જવાનો શહીદ થયા હતા.
સેનાના એક અધિકારીએ જણાવ્યું કે, જનરલ નરવણે એ લદ્દાખના ફોરવર્ડ સેક્ટરમાં તૈનાત સૈનિકો સાથે પણ વાતચીત કરી હતી. તેમણે લદ્દાખ સેક્ટરમાં દુર્ગમ વિસ્તાર અને ખરાબ વાતાવરણ જેવી વિપરીચ પરિસ્થિતિમાં તૈનાત કરેલા સૈનિકોને પ્રોત્સાહિત કર્યા અને તેમની દ્રઢતાની પ્રશંસા કરી.
ખાસ વિસ્તારોની મુલાકાત લીધા બાદ ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના કમાન્ડર, લેફ્ટનન્ટ જનરલ મેનને સેના પ્રમુખને લદ્દાખ સેક્ટરની વર્તમાન પરિસ્થિતિથી માહિતગાર કર્યા. આ ઉપરાંત તેઓને ઓપરેશન માટેની તૈયારીઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સેના પ્રમુખ આજરોજ દિલ્હી જવા રવાના થશે.
સાહિન-