Site icon Revoi.in

પાકિસ્તાનમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના – 6 સૈનિકોના મોત

Social Share

દિલ્હી – પાડોશી દેશ પાકિસ્તાનમાં આજે મોટી દૂર્ઘટના સર્જાય છે પ્રાપ્ત વિગત પ્રમાણે પાકિસ્તાની સેનાનું હેલિકોપ્ટર સાથે મોટી દૂર્ઘટના થઈ છે,હેલિકોપ્ટર ક્રેશ થયું છે આ સાથે જ તેમાં સવાર સેનિકો સહીત કુલ 6 લોકોના મોત થયાના પણ એહવાલ મળી રહ્યા છે.

પાકિસ્તાની સેનાનું એક હેલિકોપ્ટર ગઈ કાલે મોડી રાત્રે ખોસ્ટ, હરનાઈ બલૂચિસ્તાન પાસે ફ્લાઈંગ મિશન દરમિયાન ક્રેશ થયું હતું. 2 પાઇલોટ સહિત બોર્ડ પરના તમામ 6 કર્મચારીઓએ શહીદ થા છે. ”સેનાના એક નિવેદનમાં સોમવારે જણાવાયું હતું.

આ ઘટનાને લઈને મળેલી જાણકારી અનુસાર પાકિસ્તાની સેનાના ટોચના જનરલ અને પાંચ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓ જ્યારે પુરગ્રસ્ત બલૂચિસ્તાન વિસ્તારમાં રાહત કામગીરીમાં જોતરાયા હતા તે દરમિયાન તેઓનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતુ.આ પહેલા ઓગસ્ટચ મહિનામાં પણ એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું જેનો કાટમાળ મુસા ગોથ, વિંદર, લાસબેલામાં મળી આવ્યો હતો. 

 

Exit mobile version