Site icon Revoi.in

પંજાબના ભથિંડા આર્મી સ્ટેશન પર હુમલો કરનાર આરોપીની ધરપકડ, આ ઘટનામાં 4 જવાનોના થયા હતા મોત

Social Share

ચંદિગઢઃ-  થઓડાસદિવસ ઇગાઉ 11-12 એપ્રિલની મધ્ય રાત્રી રોજ પંજાબના ભથિંડા  આર્મી સ્ટેશન પર એક હુમલાની ઘટના બની હચી આ ઘટનામાં 4 જવાનોના મોત થયા હતા ત્યારે હવે આ ઘટનાને અંજામ આપનાર આરોપીની પોલિસે ધરપકડ કરી લીધી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પંજાબ પોલીસે ભટિંડા મિલિટરી સ્ટેશન પર 4 જવાનોની હત્યાનો મામલો ઉકેલવાનો દાવો કર્યો છે. પોલીસે આ કેસમાં દેસાઈ મોહન નામના ગનરની ધરપકડ કરી છે. જે આ કેસના પ્રથમ સાક્ષી હતા. જો કે, બાદમાં પોલીસની શંકા તેના પર વધુ ઘેરી બની અને અંતે તેની ધરપકડ કરવામાં આવી.

ઉલ્લેખનીય છે કે ઘટના બાદ પોલીસ અને સેનાના અધિકારીઓએ કેન્ટના દરેક ગેટના સીસીટીવી ફૂટેજ તપાસ્યા અને સ્પષ્ટ થયું કે તે સમયે જવાનોને મારવા માટે કોઈ બહારની વ્યક્તિ કેન્ટમાં પ્રવેશી ન હતી, પરંતુ હત્યારા અંદરથી  જ આવ્યા હતા.

ગનર ડિસાઈ મોહનને તપાસમાં સામેલ કરી કડક પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. પોતાના અંગત કારણોસર, તેણે પહેલા ચાર જવાનોને મારવા માટે રાઈફલની ચોરી કરી, પછી તે જ રાઈફલથી ચારેયને ગોળી મારી દીધી.

આ સાથે જ દેસાઈની ધરપકડની પુષ્ટિ કરતા એસએસપી ભટિંડા ગુલનીત ખુરાનાએ કહ્યું કે ઘટનાના પ્રત્યક્ષદર્શીની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ભટિંડા પોલીસે મોડી રાત સુધી સીઆઈએમાં બંધ રહેલા દેસાઈ મોહનની પૂછપરછ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, દેસાઈ મોહને પોતાના નિવેદનમાં કહ્યું છે કે ચાર જવાન તેની સાથે યૌન શોષણ કરતા હતા, જેનાથી કંટાળીને તેણે આ હુમવલો કરીને હત્યાને અંજામ આપ્યો હતો.