Site icon Revoi.in

રાજસ્થાનમાં ‘ધ કશ્મીર ફાઈલ્સ’ ફિલ્મના વિરોધના પગલે કલમ 144 લાગુ કરવામાં આવી

Social Share

જયપુર :રાજસ્થાનના કોટામાં થિયેટરોમાં ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સનું સ્ક્રિનિંગ થઈ રહ્યું છે અને આ ફિલ્મને લઈને થઈ રહેલા વિરોધને ધ્યાનમાં રાખીને અધિકારીઓએ 22 માર્ચથી 21 એપ્રિલ સુધી જિલ્લામાં કલમ 144 લાગુ કરવાનો સોમવારે આદેશ આપ્યો છે. રાજસ્થાનના કોટામાં આજથી એટલે કે 22 માર્ચથી 21 એપ્રિલ સુધી કલમ 144 લાગુ રહેશે. ધ કાશ્મીર ફાઈલ્સના સ્ક્રિનિંગ સાથે કાયદો વ્યવસ્થા જાળવી રાખવા માટે આ પ્રશાસનિક આદેશ બહાર પાડવામાં આવ્યો છે.

આ પ્રતિબંધને લઈને ફિલ્મ દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીએ આકરો વિરોધ વ્યક્ત કર્યો છે. ધ કાશ્મીર ફાઈલ્સના દિગ્દર્શક વિવેક રંજન અગ્નિહોત્રીએ સૂચના અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને આ મામલે હસ્તક્ષેપ કરવાની માંગણી કરી છે.

જિલ્લા કલેક્ટર તથા જિલ્લાધિકારી રાજકુમાર સિંહ તરફથી બહાર પાડવામાં આવેલા આદેશ હેઠળ ભીડ જવા થવા, વિરોધ પ્રદર્શન કરવા, જૂલુસ અને માર્ચ કાઢવા પર રોક લગાવવામાં આવી છે. આ દરમિયાન ચેટીચંદ, મહાવીર જયંતી, ગુડ ફ્રાઈડે, વૈશાખી, જુમા તુલ વિદા જેવા તહેવારો પણ આવશે.