Site icon Revoi.in

હરિયાણાની ચાર જેલોમાં શિફ્ટ કરવામાં આવશે કાશ્મીરના 400 કેદી

Social Share

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટયા બાદ 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોને હરિયાણાની ચાર જેલોમાં શિફ્ટ કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે, ફરીદાબાદ જેલમાં 200, કરનાલ જેલમાં 80 ઝજ્જર જેલમાં 70 અને યમુનાનગર જેલમાં 50 કેદીઓને શિફ્ટ કરવામાં આવશે. કરનાલ જેલમાં પહેલા જ 61 કેદીઓ મોકલવામાં આવ્યા છે.

ફરીદાબાદ, ઝજ્જરની દુલીના જેલ અને યમુનાનગર જેલમાં આ કેદીઓને શિફ્ટ કરવાની વ્યાપક સ્તર પર તૈયારી ચાલી રહી છે. જેલની સાથે જોડાયેલા સૂત્રો પ્રમાણે, ઝજ્જરની દુલીના જેલમાં જમ્મુ-કાશ્મીરથી આવનારા કેદીઓ માટે અલગ સેલ બનાવવામાં આવ્યો છે. સુરક્ષાની નક્કર વ્યવસ્થા કરવામાં આવી છે. દુલીના જેલની બહાર સેનાના જવાનોની સાથે આખા ઘટનાક્રમની પળ-પળ નિરીક્ષણ પણ રાખવામાં આવી રહ્યું છે.

દુલીનાના જેલ અધિક્ષકે કહ્યુ છે કે જમ્મુ-કાશ્મીરથી કેદીઓને હરિયાણાની ચાર જેલોમાં શિફ્ટ કરવાની માહિતી તેમની પાસે પણ છે. કોઈપણ સ્થિતિથી નિપટવા માટે તેમની પાસે સુરક્ષાની પુરતી વ્યવસ્થા છે. જ્યારે પણ જમ્મુ-કાશ્મીરથી કેદી આવશે, તેમના માટે સુરક્ષાની પુરી વ્યવસ્થા છે.

હાલમાં જમ્મુ-કાશ્મીરમાંથી 24 કેદીઓના લખનૌ જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જો કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ કેદીઓની ઓળખ જાહેર કરવામાં આવી નથી. આ પહેલા અન્ય 70 કેદી જમ્મુ-કાશ્મીરથી આગ્રા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા.

રિપોર્ટ્સ પ્રમાણે, જમ્મુ-કાશ્મીરમાંથી લખનૌ જેલમાં શિપ્ટ કરવામાં આવેલા આ 24 કેદીઓની જેલ પ્રશાસને તલાશી લીધી. તેના પછી તમામ કેદીઓનું હેલ્થ ચેકઅપ પણ કરાવવામાં આવ્યું. તો કાયદાકીય કાર્યવાહી બાદ તેમને ઉચ્ચ સુરક્ષા બેરેકમાં બંધ કરવામાં આવ્યા. સુરક્ષા માપદંડોને કારણે જેલ પ્રશાસન આ કેદીઓની ઓળખ જાહેર કરશે નહીં.

આ પહેલા 70 કેદીઓ અને કટ્ટર ભાગલાવાદીઓને કાશ્મીર ખીણની અલગ-અલગ જેલોમાંથી નીકળીને યુપીની આગ્રા જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. આતંકવાદીઓ અને ભાગલાવાદીઓને ભારતીય વાયુસેનાના એક વિશેષ વિમાનથી શિફ્ટ કરવામાં આવ્યા હતા.