Site icon Revoi.in

કારીગરની કાળી નજર,વેપારીનું 27 કિલો ચાંદી લઈને ફરાર

Social Share

રાજકોટ:  રૂપિયા એ એવી વસ્તું છે કે જે મોટાભાગના લોકોની નિયતને ખરાબ કરી નાખે છે, ભાગ્ય જ કોઈ એવું હોય કે જેની દાનત ક્યારેય રૂપિયા જોઈને બગડતી નથી. આવામાં રાજકોટ શહેરમાં એક એવો કિસ્સો બન્યો કે એક કારીગરે ચાંદીના વેપારી પાસેથી ઘરેણાં બનાવવા ચાંદી લઇ ગયા બાદ દાગીના નહીં બનાવી આપી કારીગરે રૂ.19.18 લાખની 27 કિલો ચાંદીની છેતરપિંડી આચરી હતી.

ગત માર્ચ મહિનામાં ભાવેશ ગઢિયા (કારીગર) 49.017 કિલો ચાંદી લઇ ગયો હતો અને તેમાંથી 21.992 કિલો ચાંદીના દાગીના બનાવી પરત આપી ગયો હતો. બાકીની રૂ.19.18 લાખની કિંમતના 27.025 કિલો ચાંદીના દાગીના બનાવીને ભાવેશે પરત નહીં કરતા ગત તા. 14 એપ્રિલના મુરલીધરભાઇના પુત્ર વિશાલભાઇએ ફોન કરતાં સાંજે દાગીના આપી જઇશ તેમ કહ્યું હતું અને બાદમાં સાંજે પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો.

ફરિયાદમાં વેપારીએ જણાવ્યું હતું કે, પોતે ઓરિજિનલ ચાંદી ખરીદી અલગ અલગ કારીગરોને ચાંદી આપી ઘરેણાં બનાવવાનું કામ કરે છે. જે વ્યક્તિ લઈને ભાગી ગયો તે સાત મહિનાથી ઘરેણાં બનાવવા માટે ચાંદી લઇ જતો હતો અને ચાંદી લઇ ગયાના ચારેક દિવસમાં ઘરેણાં બનાવી પરત આપી જતો હતો તેણે અનેક વખત વ્યવહાર કરી વિશ્વાસ જીતી લીધો હતો.

14 એપ્રિલના પીડિતના પુત્રએ કારીગરને ફોન કર્યો હતો અને કારીગરે પણ કહ્યું હતુ કે સાંજે દાગીના આપી જઇશ તેમ કહ્યું હતું અને બાદમાં સાંજે પોતાનો મોબાઇલ બંધ કરી દીધો હતો. આખરે વેપારીનો પુત્ર સાંજે તેના ઘરે પહોંચતા તેના પત્નીએ પતિ ભાવેશ ક્યાં ગયા છે તેનો ખ્યાલ નથી તેમ કહેતા પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો.