Site icon Revoi.in

રાજકોટથી ગોવાના પ્રવાસીઓની સંખ્યામાં વધરો થતાં હવે શનિવારથી ડેઈલી ફ્લાઈટ શરૂ થશે

Social Share

રાજકોટઃ સૌરાષ્ટ્રનું મેગાસિટી ગણાતા રાજકોટનો વેપાર-ઉદ્યોગથી લઈને તમામ ક્ષેત્રોએ સારોએવો વિકાસ થયો છે.તેના લીધે એર ટ્રાફિકમાં પણ સારોએવો વધારો થયો છે. રાજકોટથી ગોવા જતી હવાઈ સેવા નવેમ્બર માસમાં ખોરવાઈ હતી, પરંતુ હવે શનિવારથી આ હવાઇ સેવા ફરી પાછી શરૂ થશે. ડિસેમ્બરમાં નાતાલને લઈને ગોવા જવા માટે મુસાફરોનો ધસારો વધારો રહેતો હોય છે. ત્યારે આ ટ્રાફિકનો લાભ એરલાઈન્સને મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ ગોવાની સીધી ફ્લાઈટસ શનિવારથી હવે નિયમિત ઉડાન ભરશે. વિન્ટર શિડ્યૂલમાં નવેમ્બર મહિનામાં રાજકોટ-ગોવાની ફ્લાઇટ 15 દિવસ જ ઉડાન ભરી હતી. ત્યારબાદ રદ કરવામાં આવી હતી. જેને કારણે મુસાફરોને અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું. આ ફ્લાઈટમાં ટ્રાફિક વધારે રહેતો હોય આમ છતાં તેને રદ કરવામાં આવતા મુસાફરોને મુશ્કેલી પડતી હતી. જોકે હવે ફ્લાઇટ શરૂ થતા મુસાફરોની સુવિધામાં વધારો થશે. હાલ ફ્લાઇટ માટે વિન્ટર શિડ્યૂલ લાગુ કરવામાં આવ્યું છે. આ ફ્લાઇટ અગાઉના સમય મુજબ જ ઉડાન ભરશે. રાજકોટ એ દેશ- દુનિયા સાથે વ્યાપાર કનેક્શન ધરાવે છે. ત્યારે દિલ્હી, મુંબઈ, ગોવા સિવાય બીજા શહેર કે જ્યાં સીધું વેપાર કનેક્શન છે ત્યાંની ફ્લાઇટ શરૂ કરવામાં આવે તેવી માંગ ઊઠી છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ એરપોર્ટ પરથી હાલ તમામ ફ્લાઈટ વિન્ટર શિડ્યૂલ મુજબ ઉડાન ભરે છે. આ સિવાય રેલવે વિભાગ દ્વારા હંગામી ધોરણે કોચ જોડવાનું નક્કી કરવામાં આવ્યું છે. વધારાના કોચની સુવિધા જાન્યુઆરી માસ સુધી મળશે, તો બીજી તરફ લગ્ન સિઝનને કારણે એસટીમાં મુસાફરોનો ધસારો વધારે જોવા મળે છે.