Site icon Revoi.in

મણિપુરમાં સ્થિતિ સામાન્ય થતા ઘોરણ 1 થી 8 ની શાળાઓ 21 જૂનથી ખોલવાનો આદેશ

Social Share

ઈમ્ફાલઃ-  દેશના રાજ્ય મણીપુરમાં 3 મેના રોજથી હિંસા શરુ થી હતી અહી હિંસાના કારણે ઈન્ટરનેટ સેવા પણ બેન કરાઈ હતી તો શાળાઓમાં પણ વેકેશન ખોલવામાં આવ્યું ન હતું જો કે રવિવારના રોજ અહી હીંસાની કોઈ ઘટના સામે ન આવતા અહી શાળાઓ ખોલવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

મણિપુરનાં હિંસા શાંત પડ્યાની વાતને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે 21 જૂનથી ધોરણ 8 સુધી શાળાઓ ખોલવાનો નિર્ણય લીધો છે. આ સાથે જ શાળા શિક્ષણ નિયામક દ્વારા આ સંદર્ભે એક જાહેરનામું જારી કરવામાં આવ્યું છે તેમાં આ બબાતોનો ઉલ્લેખ કરાયો છે.

જારી કરવામાં આવેલા આ જાહેરનામામાં જણાવાયું છે કે   21 જૂનથી ધોરણ 8 સુધીની તમામ શાળાઓમાં સામાન્ય વર્ગો ફરી શરૂ કરવામાં આવશે. તે જ સમયે, શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે 21 જૂન પછી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને, તબક્કાવાર રીતે કોલેજ સ્તર સુધીના વર્ગો શરૂ પણ રાબેદા મુજબ ખોલવામાં આવી શકે છે.

રાજ્યમાં હિંસાની નિંદા કરવા માટે મણિપુરના કેટલાક જિલ્લાઓમાં શનિવારે રાત્રે સેંકડો મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. ઇમ્ફાલ ઇસ્ટ, ઇમ્ફાલ વેસ્ટ, થૌબલ અને કાકચિંગ જિલ્લામાં, મેઇતેઇ સમુદાયની મહિલાઓએ શનિવારે સાંજે 7 થી 8 વાગ્યાની વચ્ચે શેરીઓમાં મશાલો લઈને માનવ સાંકળ રચી હતી આ જો કે રવિવારે કોી પણ પ્રકારનો હિંસાનો કિસ્સો પ્રશઆમાં આવ્યો ન હતો માટે શાળા ખોલવાનો નિર્ણ. લેવાયો છે.