- આસામના સીએમની સુરક્ષા વધારાઈ
- Z પ્લસ સિક્યોરિટી આપવામાં આવી
દિસપુરઃ- કેન્દ્ર સરકાર દેશના લોકોની સુરક્ષાને લઈને હંમેશા સકર્ક રહે છે, વિતેલા દિવસે જ ઉમર એહમદ ઈલ્યાસી એ આરએસએસના વડાને રાષ્ટ્રપિતા ગણઆવતા અનેક લોકો દ્રારા તેમને ધમકી આપવામાં આવી ત્યાર બાદ સરકારે તેમને વાય પ્લસ કેટેગરિની સુરક્ષા પ્રદાન કરવામાં આવી હતી ત્યારે હવે આસામના મુખ્યમંત્પીને પણ કેન્દ્ર દ્રારા Z પ્લસ શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની સુરક્ષા કેનદ્ર્ દ્રારા વધારાી છે. કેન્દ્ર સરકારે હવે તેમને CRPFની z + શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. અત્યાર સુધી તેઓને ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં Z કેટેગરીની સુરક્ષા આપવામાં આવતી હતી, પરંતુ હવે તેમને સમગ્ર ભારતમાં z + શ્રેણીની સુરક્ષા આપવામાં આવશે.
આ બાબતે અધિકારીઓએ જણાવ્યું કે મુખ્યમંત્રીની સુરક્ષાની સમીક્ષા કર્યા બાદ ગૃહ મંત્રાલયે તેમની સુરક્ષા વધારવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ, CRPFને અખિલ ભારતીય ધોરણે Z- પ્લસ ની ટોચની શ્રેણીમાં તેની સુરક્ષા અપગ્રેડ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યા બાદ તેમની સુરક્ષા વધારી દેવાય છે.