Site icon Revoi.in

અસમ: પીએમ મોદી તેજપુર યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં સંબોધિત કરશે

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અસમની તેજપુર યુનિવર્સિટીના 18માં દિક્ષાંત સમારોહમાં ભાગ લેશે. ત્યાં તે સંબોધન પણ કરશે. વડાપ્રધાન દિલ્હીથી વીડિયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમને સંબોધન કરશે. અને વર્ષ 2020માં પાસ થનારા વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડિપ્લોમાંની ઉપાધી પ્રદાન કરશે.

પીએમઓ તરફથી કહેવામાં આવ્યું હતું કે, “દિક્ષાંતરણ મિશ્રિત રીતે પૂર્ણ કરવામાં આવશે, જેમાં કોવિડ-19 ની માર્ગદર્શિકાને અનુસરીને ફક્ત સંશોધન કરનારા વિદ્યાર્થીઓ અને મેઘાવી વિદ્યાર્થીઓ તેમની ડિગ્રી અને ગોલ્ડ મેડલ લેવા માટે હાજર રહેશે.દિક્ષાંત સમારોહમાં કુલ 1218 વિદ્યાર્થીઓને ડિગ્રી અને ડીપ્લોમાં એનાયત કરવામાં આવશે.

આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણમંત્રી રમેશ પોખરીયલ નિશંક, અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ અને તેજપુરના સાંસદ પલ્લબ લોચન દાસ પણ ઉપસ્થિત રહેશે.

યુનિવર્સિટીએ કહ્યું કે, અસમના રાજ્યપાલ અને તેજપુર યુનિવર્સિટીના કુલપતિ જગદીશ મુખી, દિક્ષાંત સમારોહની અધ્યક્ષતા કરશે. અને વિદ્યાર્થીઓને ડિજિટલ રીતે ડિગ્રી અને ડિપ્લોમાં પ્રદાન કરશે.