Site icon Revoi.in

એસોચેમની સ્થાપનાના 100 વર્ષ પૂર્ણ, વડાપ્રધાન મોદી આજે સમારોહમાં રતન ટાટાનું કરશે સન્માન

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા એસોચેમ એટલે કે એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ ઓફ ઈન્ડિયાના સ્થાપના સપ્તાહના પ્રસંગ પર સંબોધિત કરશે. પીએમઓના ટવિટર હેન્ડલ દ્વારા આ અંગે ગુરુવારે માહિતી આપવામાં આવી હતી.

વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા મુજબ,પીએમ મોદી સ્થાપના સપ્તાહના પ્રસંગ પર રતન ટાટાને ‘એસોચેમ એન્ટરપ્રાઇઝ ઓફ ધ સેન્ચ્યુરી એવોર્ડ’ પણ પ્રદાન કરશે. તે ટાટા સમૂહ વતી આ એવોર્ડ લેશે.

એસોચેમની સ્થાપના દેશના તમામ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરનારા પ્રમોટર મંડળો દ્વારા વર્ષ ૧૯૨૦ માં કરવામાં આવી હતી. આ સંસ્થામાં ૪૦૦ થી વધુ ચેમ્બર અને ટ્રેડ યુનિયનનો સમાવેશ થાય છે. દેશભરમાં તેના સભ્યોની સંખ્યા ૪.૫ લાખથી વધુ છે. આ સંસ્થા મુખ્યત્વે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય વેપારને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી.

-દેવાંશી