Site icon Revoi.in

હાલોલમાં બાઈક પાર્કિંગના મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે અથડામણ થતા 10 જણા ઘવાયા

Social Share

હાલોલઃ  તાલુકાના હીરાપુરા ગામમાં નજીવી વાતે  જૂથ અથડામણની ઘટના બની હતી. દુકાન પાસે બાઈક પાર્ક કરવાની નજીવી બાબતે વિવાદ થયો હતો. વિવાદ ઉગ્ર બનતા એક જ કોમના બે જૂથો સામસામે આવી ગયા હતા. બાદમાં લાકડી અને ધોકા તથા દંડા વડે એકબીજા પર હુમલો  કર્યો હતો. આ જૂથ અથડામણમાં 10થી પણ વધુ લોકો ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં વધુ સારવાર માટે ઈજાગ્રસ્તોને વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ જૂથ અથડામણ બાદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ  પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાંથી એક જૂથ અથડામણની ઘટના સામે આવી છે. હાલોલ તાલુકામાં આવેલા હીરાપુરા ગામમાં બે જૂથો વચ્ચે મારામારીની ઘટના બની હતી. હીરાપુરા ગામમાં દુકાન પાસે પાર્ક કરેલું બાઈક હટાવવાના મુદ્દે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી. એ પછી વિવાદ થયો અને તેને ઉગ્ર સ્વરૂપ લેતા એક જ કોમના બે જૂથ એકબીજાની સામસામે આવી ગયા હતા. ઉગ્ર બોલાચાલી બાદ બંને જૂથ દ્વારા લાકડી અને દંડા વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ જૂથ અથડામણમાં 10થી પણ વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. એ પછી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. એ પછી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલોલના હીરાપુરા ગામમાં એક જ કોમના બે જૂથ વચ્ચે થયેલી અથડામણ બાદ સમગ્ર ગામમાં તંગદીલી છવાઈ હતી. આ અથડામણ બાદ આખા ગામમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ જૂથ અથડામણ બાદ ગામમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. જો કે, ઘટનાની જાણ થતા પોલીસે આ જૂથ અથડામણ મામલે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.