Site icon Revoi.in

નાઈજીરિયાના એક ચર્ચામાં સભાખંડમાં ગોળીબારની ઘટના – 50 લોકોના મોત

Social Share

 

દિલ્હી- વિદેશમાં ગોળીબારની ઘટનાો જાણે સામાન્ય થતી જોવા મળતી રહી છે ત્યારે અમેરીકામાં સતત ગોળીબાની ઘટનાો બાગદ હવે નાઈઝેરિયામાંથી આવી જ એક ઘટના સામે આવી છે

પ્રાપ્ત જાણકારી પ્રમાણે નાઈજીરિયાના દક્ષિણ-પશ્ચિમમાં રવિવારે એક ચર્ચ પર અજાણ્યા હુમલાખોરોએ સતત ગોળીબાર કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 50 લોકોના મોતનો અહેવાલ છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, કેટલાક સશસ્ત્ર માણસો ઓવો શહેરમાં સેન્ટ ફ્રાન્સિસ ચર્ચમાં ઘૂસી ગયા અને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો.

આ ગોળીબાર  દરમિયાન હુમલાખોરોએ ચર્ચમાં વિસ્ફોટ પણ કર્યો હતો. મળતી માહિતી મુજબ, રવિવારે પેન્ટેકોસ્ટના તહેવારની ઉજવણી કરવા માટે ખ્રિસ્તીઓ ચર્ચમાં એકઠા થયા હતા. ગોળીબારના અવાજ વચ્ચે ચર્ચમાં સર્વત્ર આનંદ અને ઉજવણીનો માહોલ હતો જે માતમમાં ફેરવાઈ ગયો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે મૃતકોમાં ઘણા બાળકો પણ સામેલ છે. ઘટના બાદ ઘાયલોને ચર્ચમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

આ હુમલો કોણે કર્યો અને શા માટે કર્યો તેની કોઈ માહિતી નથી. હજુ સુધી કોઈ સંગઠને આ હુમલાની જવાબદારી લીધી નથી. આ કોઈ સ્થાનિક જૂથનું કામ છે કે પછી આતંકવાદી હુમલો, પ્રશાસન આ અંગે કંઈ પણ કહેવાનું સ્પષ્ટપણે ટાળી રહ્યું છે.મીડિયા રિપોર્ટ પ્રમાણે આ  હુમલામાં ઓછામાં ઓછા 50લોકો માર્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરી છે. સત્તાવાર રીતે નાઇજિરિયન સત્તાવાળાઓએ મૃત્યુઆંકની પુષ્ટિ કરી નથી .