Site icon Revoi.in

આયુષ્માન ખુરાનાની ‘ડ્રિમગર્લ 2’ બોક્સ ઓફીસ પર છવાઈ, હવે આ ફિલ્મ 50 કરોડની ક્લબમાં સામેલ,

Social Share

મુંબઈઃ- આયુષ્માન ખુરાનાની ફિલ્મ ડ્રિમગર્લ 2  કે જે 25 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મ હવે બોક્સ ઓફીસ પર છવાઈ છે જાણાકારી અનુસાર આ ફિલ્મ 50 કરોડની કલ્બમાં સામેલ થઈ ચૂકી છે.

રાજ શાંડલિયા દ્વારા નિર્દેશિત આયુષ્માન ખુરાના અને અનન્યા પાંડેની ડ્રીમ ગર્લ 2 તેની રિલીઝના પાંચ દિવસમાં રૂ. 50 કરોડની ક્લબમાં પ્રવેશી ગઈ છે. ડ્રીમ ગર્લ 2 25 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ડ્રીમ ગર્લ 2 આયુષ્માન માટે આ સૌથી મોટી ઓપનિંગ ફિલ્મ સાબિત થઈ. આજે રક્ષાબંધનની રજાના કારણે ફિલ્મની ટિકિટના વેચાણમાં ઉછાળો આવવાની ધારણા છે.

જાણકારી પ્રમાણે ફિલ્મે મંગળવારે રૂ. 5.70 કરોડની કમાણી કરી હતી, જે તેની કુલ કમાણી રૂ. 51.83 કરોડ થઈ હતી. ડ્રીમ ગર્લ 2 ડ્રીમ ગર્લ 2 શુક્રવારે સિનેમાઘરોમાં 10.69 કરોડની કમાણી સાથે ઓપનિંગ કર્યું હતું. તેણે શનિવારે 14.02 કરોડ, રવિવારે 16 કરોડ અને સોમવારે 5.42 કરોડની કમાણી કરી હતી.

હવે અત્યાર સુધી ફિલ્મનું કુલ ડોમેસ્ટિક બોક્સ ઓફિસ કલેક્શન 51.83 કરોડ રૂપિયા છે. ડ્રીમ ગર્લ 2 આયુષ્માન ખુરાનાએ તાજેતરમાં થિયેટરોમાં ડ્રીમ ગર્લ 2 ના સારા પ્રદર્શન વિશે વાત કરી. ફિલ્મ અને તેના શાનદાર બોક્સ ઓફિસ પર્ફોર્મન્સ વિશે વાત કરતા, અભિનેતાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “હું બોક્સ ઓફિસ પર ડ્રીમ ગર્લ 2 ની શરૂઆતથી રોમાંચિત છું.

ઉલ્લેખનીય છે કે ડ્રિમગર્લ 2 ફિલ્મ કોમેડિથી ભરપુર ફિલ્મ છે.દર્શકોને આ ફિલ્મ પસંદ ાવી રહી છે આજે રક્ષાબંઘનની રજાનો લાભ અને વિકેન્ડનો લાભ હજી આ ફિલ્મને મળવાનો બાકી છે,જો ફિલ્મ શાનદાર આ રીતે જ કમાણી કરશે તો 100 કરોડની ક્લબમાં સામેલ થી શકે છે.

આ  ફિલ્મ એક નોન-સ્ટોપ એન્ટરટેઈનમેન્ટ પેકેજ છે અને તેને શાનદાર ઓપનિંગ મળી છે, જે દર્શાવે છે કે ફિલ્મ તેના વચન પર કાયમ જોવા મળી રહી. ફિલ્મને જે પ્રેમ મળી રહ્યો છે તે જોઈને ફિલ્મની સ્ટાર કાસ્ટ ખુબ ખુશે છે.