Site icon Revoi.in

રામમંદિર અયોધ્યામાં નહીં બને, તો શું મક્કા-મદીનામાં બનશે?: યોગગુરુ બાબા રામદેવ

Social Share

બાબા રામદેવે કહ્યુ છે કે રામમંદિરનો મુદ્દો વોટબેંકની રાજનીતિ સાથે જોડાયેલો નથી. ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં છે અને રામ માત્ર હિંદુઓના નહીં પણ મુસ્લિમોના પણ પૂર્વજ હોવાની વાત નિર્વિવાદીત સત્ય છે.

યોગગુરુ બાબા રામદેવે અયોધ્યામાં રામમંદિર નિર્માણના મુદ્દા પર મોટું નિવેદન આપ્યું છે. બાબા રામદેવે કહ્યુ છેકે ભગવાન રામ માત્ર હિંદુઓના નથી. પરંતુ મુસ્લિમોના પણ પૂર્વજ છે. એક સવાલના જવાબમાં બાબા રામદેવે સવાલ કરતા કહ્યુ છેકે રામમંદિર અયોધ્યામાં નહીં બને, તો શું મક્કા-મદીનામાં બનશે?

નડિયાદના સંતરામ મંદિરમાં આયોજીત એક યોગ શિબિરમાં ભાગ લેવા આવેલા બાબા રામદેવે કહ્યુ હતુ કે રામમંદિરનો મુદ્દો વોટબેંકની રાજનીતિ સાથે જોડાયેલો નથી. રામમંદિર અયોધ્યામાં નહીં બને, તો કોઈ મક્કા-મદીના અને વેટિકન સિટીમાં તો બનવાનું નથી. એ નિર્વિવાદીત સત્ય છેકે રામની જન્મભૂમિ અયોધ્યા છે અને રામ માત્ર હિંદુઓના જ નહીં પણ મુસ્લિમોના પણ પૂર્વજ છે.

રામદેવે એમ પણ કહ્યુ છે કે રામમંદિરનો મુદ્દો દેશના ગૌરવ સાથે જાડોયેલો છે. તેનો વોટબેંકની રાજનીતિ સાથે કોઈ સંબંધ નથી.

રામદેવ પોતાના નિવેદનોને લઈને વિપક્ષ કોંગ્રેસના નિશાને આવી ગયા છે. કોંગ્રેસનો આરોપ છે કે રામદેવ જેવા ધાર્મિક નેતાઓ સત્તારુઢ ભાજપના કથિત લાભાર્થી છે. તેઓ ચૂંટણીમાં ભાજપને જીત અપાવવા માટે આવા પ્રકારની નિવેદનબાજી કરે છે.