1. Home
  2. Tag "RAM TEMPLE"

હવે શાળાના બાળકો નહીં ભણે બાબરી ધ્વંસની ઘટના, NCERTએ બદલ્યો 12મા ધોરણનો સિલેબસ

નવી દિલ્હી: દેશના 12મા ધોરણના સ્ટૂડન્ટ્સ રાજનીતિ શાસ્ત્રના પુસ્તકોમાં બાબરી ઢાંચાના ધ્વંસને નહીં ભણે. એનસીઈઆરટીએ પુસ્તકમાં ત્રણ સ્થાનો પર પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે, જ્યાં 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી ઢાંચાના વિધ્વંસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેના સ્થાને રામમંદિર આંદોલનને વિસ્તારપૂર્વક ભણાવવામાં આવશે. તેના સિવાય ક્યાં આધારે સુપ્રીમ કોર્ટે રામમંદિરને લઈને નિર્ણય લીધો હતો, તે […]

એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ પતિ નિક અને પુત્રી માલતી સાથે અયોધ્યામાં ભગવાન રામલલાના કર્યા દર્શન

અયોધ્યા: અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ બુધવારે પોતાના પતિ નિક જોનસ અને પુત્રી માલતી મેરી જોનસ સાથે શ્રીરામજન્મભૂમિ અયોધ્યા પહોંચીને રામલલાના દર્શન કર્યા હતા. અહીં રમાલલાના દર્શન કરીને તેમણે સુખસમૃદ્ધિ માટેની કામના કરી હતી. રામમંદિરમાં દર્શન-પૂજા બાદ પ્રિયંકા ચોપડાએ મીડિયા સાથે પણ ચર્ચા કરી હતી. તેમણે કહ્યું હતું કે અયોધ્યા પહોંચીને ઘણું સારું લાગ્યું. રામમંદિર ઘણું દિવ્ય […]

શત્રુઘ્નસિંહાએ રામમંદિરને ગણાવ્યું ભાજપનું પબ્લિસિટી સ્ટંટ, કહ્યુ- હવે બસ 1 હજાર લોકો જઈ રહ્યા છે

નવી દિલ્હી: દેશભરમાં ચૂંટણી માહોલ ગરમ છે. 2024ની લોકસભાની ચૂંટણીની ઘોષણા થવાની છે. રાજકીય મેદાનમાં તમામ પાર્ટીઓએ પોતાના તેવર તીખા કરી દીધા છે. હવે ટીએમસીના સાંસદ શત્રુઘ્નસિંહાએ ભાજપને નિશાને લીધું છે. તેમણે પરોક્ષપણે રામમંદિરને ભાજપની ચૂંટણીલક્ષી પેંતરાબાજી ગણાવ્યું છે. શત્રુઘ્નસિંહાએ રામમંદિર દ્વારા ભાજપ પર નિશાન સાધતા કહ્યુ છે કે પહેલા દિવસે પાંચ લાખ લોકો અયોધ્યા […]

રામમંદિર અપવિત્ર છે, હિંદુઓએ પૂજા ન કરવી જોઈએ:TMC ધારાસભ્ય રામેંદુસિંહા રૉયની બેફામ નિવેદનબાજી

નવી દિલ્હી:પશ્ચિમ બંગાળમાં સત્તારુઢ તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય રામેન્દુ સિંહા રોયના નિવેદનથી વિવાદ ઉભો થઈ ગયો છે. અહેવાલ છે કે તેમણે ઉત્તરપ્રદેશના અયોધ્યા ખાતે આવેલા રામમંદિરને અપવિત્ર ગણાવ્યું છે. તેની સાથે જ મંદિરને શો પીસ ગણાવ્યું છે. તેને લઈને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય શુભેન્દુ અધિકારીએ નારાજગી વ્યક્ત કરી છે. કહેવામાં આવે છે કે તેઓ ધારાસભ્ય સામે […]

અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠાના એક માસમાં જ રામલલાને 100 કરોડ રૂપિયાનો ચઢાવો, દેશદુનિયામાંથી દાન-દક્ષિણાનું ઘોડાપૂર

અયોધ્યા: રામલલાની પ્રાણપ્રતિષ્ઠાને લઈને અત્યાર સુધીમાં એક માસમાં એક અબજથી વધુની દાન-દક્ષિણા આવી ચુકી છે. આ એ ચઢાવો છે કે જે શ્રીરામજન્મભૂમિ તીર્થક્ષેત્રને ચેક અથવા રશીદના માધ્યમથી ભક્તો દ્વારા સમર્પિત કરાય છે. આના સિવાય દાનપાત્ર અને ઓનલાઈન બેંક ખાતામાં મોકલવામાં આવનારી ધનરાશિ અલગ છે. તેનો હિસાબ બેંક દ્વારા જ પ્રાપ્ત થશે. આના સંદર્ભે ભારતીય સ્ટેટ […]

રામમંદિરના બે સમર્થકોને ભારતરત્ન બાદ હવે બાબરી પર ચઢનાર ડૉ. અજીત ગોપછડે રાજ્યસભા જશે, શું છે રણનીતિ?

મુંબઈ: ભાજપે મહારાષ્ટ્રમાં રાજ્યસભાના ત્રણ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ લોકોમાં ભૂતપૂર્વ સીએમ અશોક ચવ્હાણ, મેધા ગાડગિલ અને ડૉ. અજીત ગોપછડે છે. તેમાં સૌથી ચોંકાવનારા નામ અજીત ગોપછડેનું છે. તેમની બાબરી પર ચઢવાની તસવીર આજે પણ વાયરલ થઈ રહી છે. તેવામાં તેમણે રાજ્યસભા મોકલવાનો નિર્ણય મહત્વનો છે. કેન્દ્રની મોદી સરકાર આના પહેલા રામરથયાત્રા કાઢીને […]

ઈન્ડિયા ગઠબંધનને લઈને કોંગ્રેસના નેતાની ભવિષ્યવાણી, કેટલાક અન્ય પક્ષ પણ છોડશે દલદલ

નવી દિલ્હી: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ એકલાહાથે ચૂંટણી લડવાની ઘોષણા કર્યા બાદ કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ મોડમાં છે. ટીએમસીની ગેરહાજરી વિપક્ષી ગઠબંધનમાં મોટું ગાબડું છે. પરંતુ ટીએમસીએ કોંગ્રેસ સાથે સીટ શેયરિંગમાં સંમતિ નહીં સધાવાને કારણે આ પગલું ભર્યું છે. ત્યારે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાના નિકટવર્તી ગણાતા આચાર્ય પ્રમોદ કૃષ્ણે કોઈપણ પાર્ટીનું નામ લીધા વગર […]

અયોધ્યામાં રામમંદિર નિર્માણથી ‘ચિંતા’માં 57 મુસ્લિમ દેશો, બાબરી પર કહી મોટી વાત

નવી દિલ્હી: ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન એટલે કે ઓઆઈસી હેઠળના 57 મુસ્લિમ દેશોએ અયોધ્યામાં રામમંદિર નિર્માણ પર વાંધો વ્યક્ત કર્યો છે. તેની સાથે જ કહ્યું છે કે આ સ્થાન પર પહેલા પાંચ દશકાઓથી બાબરી મસ્જિદ ઉભી હતી. આના પહેલા પાકિસ્તાને પણ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પર સવાલ ઉઠાવ્યો હતો અને કહ્યુ હતુ કે આ ભારતની લોકશાહી પર […]

સ્વામીપ્રસાદ મૌર્ય ફરી ભાન ભૂલ્યા, રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાને ઢોંગ ગણાવી હદ કરી!

લખનૌ: વિવાદાસ્પદ નિવેદનબાજી કરીને રામાયણને પણ નહીં છોડનારા સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા અને પાર્ટી પ્રમુખ અખિલેશ યાદવના ખાસ સ્વામી પ્રસાદ મૌર્યે ફરી એકવાર વિવાદીત ટીપ્પણીઓ કરીને લાગણીઓ દુભાવી છે. મૌર્યે કહ્યુ છે કે અયોધ્યાના રામમંદિરમાં રામલલા પ્રાણપ્રતિષ્ઠા ઢોંગ અને આડંબર છે. તેમણે કહ્યુ છે કે પ્રાણપ્રતિષ્ઠાથી પથ્થર સજીવ થઈ જાય તો પછી તો કોઈ મરત […]

કાશીની જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાહ પણ હિંદુઓને સોંપે મુસ્લિમો: બાબરીના ખોદકામનું સત્ય જણાવનારા કે.કે. મોહમ્મદની લાગણી

નવી દિલ્હી: અયોધ્યાના વિવાદીત સ્થાનનું પહેલા અને બીજા ખોદકામ દરમિયાન એએસઆઈના અધિકારી રહેલા કે. કે. મોહમ્મદે કહ્યુ છે કે મુસ્લિમોએ જ્ઞાનવાપી અને મથુરાની શાહી ઈદગાર હિંદુઓને સોંપવી જોઈએ. ન્યૂઝ એજન્સી આઈએએનએસને આપેલા ઈન્ટરવ્યૂમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના નોર્થ ઝોનના રીઝનલ ડાયરેક્ટર રહેલા કે. કે. મહોમ્દે કહ્યુ છે કે વિવાદનું એકમાત્ર સમાધાન આ સ્થાનોની હિંદુઓને સોંપણી જ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code