Site icon Revoi.in

મોઢામાંથી દુર્ગંધ આવે છે? તો રોજ આ ખાવાનું શરૂ કરી દો

Social Share

ક્યારેક કોઈક વ્યક્તિ ડુંગળી, મૂળો કે કોઈ એવી અન્ય વસ્તુ ખાઈ લે તો સ્વાભાવિક વાત છે કે મોઢામાંથી દુર્ગંધ આવે, આ ઉપરાંત ક્યારે દૂધ પીધા પછી જો પાણીથી કોગળા કરવામાં ના આવે તો પણ મોઢામાંથી દુર્ગંધ આવે અને તે સામાન્ય વાત છે પરંતુ આ પ્રકારનું જમ્યા ન હોવ અને તો પણ દુર્ગંધ આવે તો ચીંતા કરવાની જરૂર નથી પરંતુ આ વસ્તુને ખાવાની શરૂ કરી દેવી જોઈએ.

સૌથી પહેલા શું કરવું જો તેની વાત કરવામાં આવે તો લીલા શાકભાજી અનેક પોષકતત્વોથી ભરપૂર હોય છે. તે તમારા દાંત માટે ફાયદાકારક છે. તમે પાલક જેવા શાકભાજીને તમારા ડાયટમાં સામેલ કરી શકો છો.

આ ઉપરાંત ચોકલેટ પણ તમારા મોંઢાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. જે ચોકલેટમાં શુગર નથી હોતી તે તમારા મોંઢાના સ્વાસ્થ્ય માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. એક રિસર્ચ પરથી જાણવા મળ્યુ છે કે, ચોકલેટ તમારા દાંતના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે.

ઉલ્લેખનીય છે કે જમ્યા પછી જો રોજ બ્રશ કરવામાં આવે તો પણ મોઢાની દુર્ગંધને દુર કરી શકાય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જમ્યા પછી કેટલાક ખોરાકના દાણા આપણા દાંતમાં ચોટેલા હોય છે અને તે આખી રાત અથવા લાંબો સમય સુધી મોઢામાં પડ્યા રહેવાના કારણે પણ મોઢામાંથી દુર્ગંધ આવવનું શરૂ થઈ જાય છે.

Exit mobile version