Site icon Revoi.in

Google meet યુઝર્સ માટે બેડ ન્યુઝ, કંપનીએ બંધ કરી આ સુવિધા

Social Share

મુંબઈ : આજકાલ લોકો વીડિયો કોલનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરી રહ્યા છે. ત્યાં સુધી કે નોકરી માટેના ઈન્ટરવ્યુ પણ વીડિયો દ્વારા લેવામાં આવે છે ત્યારે ગૂગલ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. જે જીમેઈલ યુઝર્સ માટે બેડ ન્યુઝ બરાબર છે.

જો તમે ગૂગલ મીટનો ઉપયોગ કરો છો તો હવે માત્ર તમે 60 મીનીટ જ વીડિયો કોલ કરી શકશો. ગૂગલ ગયા વર્ષથી ડેડલાઇન લાદવાની ચર્ચા કરી રહ્યું હતું. 2020માં કંપનીએ જાહેરાત કરી હતી કે, તે સપ્ટેમ્બર 2020 સુધી વીડીયો કોલ્સ પર કોઈ મુદત લાદશે નહીં. અન્ય વીડિયો કોન્ફરન્સિંગ પ્લેટફોર્મને ટક્કર આપવા માટે તેણે સપ્ટેમ્બર 2020 પછી પણ કોઈ સમય મર્યાદા લગાવી નહોતી, પરંતુ હવે કંપનીએ સમયમર્યાદા નક્કી કરી દીધી છે.

ગૂગલે કહ્યું કે, યુઝરને 55મી મિનિટ પર એક નોટિફિકેશન મોકલવામાં આવશે કે કોલ સમાપ્ત થવાનો છે. જો હોસ્ટ કોલને જારી રાખવા માંગે છે, તો તેમણે તેમના Google એકાઉન્ટને અપગ્રેડ કરવું પડશે. પરંતુ વન-ટુ-વન કોલ તમે 24 કલાક સુધી કરી શકો છો. કંપનીએ આ અંગે કોઈ સમયમર્યાદા લગાવી નથી.

માહિતી આપતાં ગૂગલે કહ્યું કે, અપગ્રેડ 7.99 ડોલર (740 રૂપિયા) પ્રતિ મહિના વર્કસ્પેસ વ્યક્તિગત સબ્સ્ક્રિપ્શન પ્લાન છે. તે હાલમાં પાંચ દેશોમાં ઉપલબ્ધ છે. જેમાં અમેરિકા, કેનેડા, મેક્સિકો, બ્રાઝિલ અને જાપાન જેવા દેશોનો સમાવેશ થાય છે.