Site icon Revoi.in

આજથી  બદ્રીનાથના દ્રાર ખુલ્યા- પ્રથમ દવિસે અંખડ જ્યોતિના દર્શન માટે 25 હજારથી વધુ ભક્તો મુલાકાત લે તેવી  સંભાવના

Social Share

દહેરાદૂનઃ- બદ્રીનાથ ધામના દરવાજા ભક્તો માટે આજથી ખોલી દેવામાં આવ્યા છે.ઉલ્લેખનીય છે કે  બે વર્ષ બાદ મંદિરના દ્રાર ખોલવાના પ્રસંગે ભક્તોએ ભગવાન બદ્રીનાથના દર્શન કર્યા હતા. યાત્રાધામો પર યાત્રાળુઓની અવરજવર સ્થળ પર દેખાવા લાગી છે. યાત્રાળુઓના લગભગ સાડા પાંચસો વાહનો બદ્રીનાથ પહોંચ્યા છે. અખંડ જ્યોતિના દર્શન કરવા માટે પહેલા દિવસે લગભગ 25 હજાર શ્રદ્ધાળુઓ બદ્રીનાથ પહોંચે તેવી શક્યતા છે.જેને લઈને વહિવટ તંત્ર દ્રારા પર તડામાર તૈયારીઓ કરવામાં આવી છે

સુરક્ષાને લઈને પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે તો સાથે જબદ્રીનાથની સાથે, ધામમાં સ્થિત પ્રાચીન મઠો અને મંદિરોને ઓર્કિડ અને મેરીગોલ્ડ ફૂલોથી શણગારવામાં આવ્યા હતા. શ્રી બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ દ્વારા યાત્રાની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. 2013ની દુર્ઘટનામાં ધોવાઈ ગયેલા લંબાગઢ માર્કેટમાં પણ હંગામી ઘોરણે અનેક દુકાનો ખુલ્લી મૂકવામાં છે. અહીં યાત્રાળુઓની સારી એવી ભીડ જામી છે.

અહીના માર્ગો પર ટ્રાફિક વ્યવસ્થા માટે અહીં પોલીસ તૈનાત રહેશે. બદરી-કેદાર મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજયે કહ્યું કે શ્રદ્ધાળુઓને કોઈ અસુવિધા થવા દેવામાં આવશે નહીં.

બદ્રીનાથ ધામમાં હવામાન સામાન્ય છે. ધામની ચારે બાજુ બરફની સફેદ ચાદર પથરાયેલી છે, જેના કારણે અહીં સવાર-સાંજ ઠંડા પવનો ફૂંકાય છે. બપોરના સમયે સૂર્યપ્રકાશ સાથે ઠંડીમાં થોડી રાહત મળી છે. બદ્રીનાથ સ્થિત તપ્તકુંડ ખાતે પવિત્ર સ્નાન માટે વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે.

દેશની છેલ્લી ચાની દુકાન પણ યાત્રાળુઓ અને પ્રવાસીઓ માટે ખુલી છે. સ્થાનિક ભોટિયા જનજાતિના ગ્રામજનોએ માના ચોક પર ઊની કપડાંની દુકાનો ખોલી છે. બદ્રીનાથમાં અલકનંદા પર ફૂટ બ્રિજને રંગવાનું અને આર્મી હેલિપેડથી મંદિર પરિસરની સફાઈનું કામ પૂર્ણ થઈ ગયું છે.

Exit mobile version