Site icon Revoi.in

બલૂચિસ્તાનઃ ફ્રન્ટિયર કૉરના કેમ્પ પર BLA દ્વારા પ્રથમવાર મહિલા આત્મઘાતીનો ઉપયોગ કરાયો

Social Share

બલૂચિસ્તાનના ચગાઈ જિલ્લામાં રવિવારે સાંજે ફ્રન્ટિયર કોર (FC)ના સુરક્ષિત કમ્પાઉન્ડ પર બલૂચ લિબરેશન ફ્રન્ટ (BLF)એ જીવલેણ હુમલો કર્યો હતો. આ કમ્પાઉન્ડ ચાઇના દ્વારા સંચાલિત કોપર અને ગોલ્ડ માઇનિંગ પ્રોજેક્ટ સાથે જોડાયેલો છે. આ હુમલામાં 6 પાકિસ્તાની જવાનોના મૃત્યુ થયાની પુષ્ટિ થઈ છે. દરમિયાન BLFએ દાવો કર્યો છે કે, ઇતિહાસમાં પહેલીવાર તેમણે મહિલા આત્મઘાતી હુમલાખોરનો ઉપયોગ કર્યો છે. આત્મઘાતીનું નામ જરીના રફીક હતું, જેને ટ્રાંગ મહૂ તરીકે ઓળખવામાં આવે છે. જરીનાએ મુખ્ય સુરક્ષા ગેટ પાસે જ પોતાને વિસ્ફોટથી ઉડાવી દીધી હતી, જેથી અન્ય BLF લડવૈયાઓ મુખ્ય કમ્પાઉન્ડમાં ઘુસી શક્યા હતા.

સુરક્ષા નિષ્ણાતોના મતે, આ હુમલો દર્શાવે છે કે BLF હવે પોતાનું ફોકસ બદલી રહ્યું છે અને સીધા મોટા પ્રોજેક્ટ્સને નિશાન બનાવી રહ્યું છે. ચગાઈ વિસ્તાર સૈંડક અને રેકો ડીક જેવા હાઇ-વેલ્યુ પ્રોજેક્ટ્સ સાથે જોડાયેલો છે, જેમાં ચાઇનીઝ કંપનીઓ તથા એક કેનેડિયન કંપની કામ કરે છે. BLFએ પોતાના ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું કે, આ ઓપરેશન તેમના “આત્મસમર્પણ” યુનિટ  સાદ્દો ઓપરેશનલ બટાલિયન (SOB) દ્વારા કરવામાં આવ્યું હતું, જેનું નામ શહીદ કમાન્ડર વાજા સાદોના નામ પરથી રાખવામાં આવ્યું છે.

દરમિયાન બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પણ 28-29 નવેમ્બર દરમિયાન અનેક સ્થળોએ હુમલાઓ કર્યા હતા, જેમાં 27 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. BLAએ દાવો કર્યો છે કે, તેમણે આ કામગીરી દરમિયાન મોટરવે અને પાકિસ્તાની હથિયારો પર કબ્જો મેળવી લીધો હતો. આ સતત અને સંગઠિત હુમલાઓ એ દર્શાવે છે કે બલૂચ અલગાવવાદી સંગઠનો હવે વધુ સુવ્યવસ્થિત, ઘાતકી અને ઉચ્ચ મૂલ્યના લક્ષ્યોને નિશાન બનાવી રહ્યા છે, જે માત્ર સુરક્ષા માટે જ નહીં, પરંતુ બલૂચિસ્તાનમાં ચાલી રહેલા આંતરરાષ્ટ્રીય રોકાણ પ્રોજેક્ટ્સ માટે પણ ગંભીર પડકારરૂપ છે.

(PHOTO-FILE)

Exit mobile version