Site icon Revoi.in

ગો ફર્સ્ટની ફ્લાઈટની ઉડાન પરનો પ્રતિબંધ લંબાવાયો – હવે 6 જુલાઈ સુધી ફ્લાીટ રદ કરાઈ

Social Share

દિલ્હીઃ- ગો ફર્સ્ટની ફ્લાઈટ છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે દેવામાં ડૂબેલી વિમાનકંપની પોતાની ઉડાન સતત રદ કરી રહી છે ત્યારે હવે નાદારીની કાર્યવાહીમાંથી પસાર થઈ રહેલી ગો ફર્સ્ટ એરલાઈને તેની ફ્લાઈટ્સ 6 જુલાઈ સુધી રદ કરી દીધી છે.

ઉલ્લેખનીય છે  કે, નોટબંધી બાદ એરલાઈન્સ કંપનીએ અત્યાર સુધીમાં 12 વખત પોતાની ફ્લાઈટ્સ કેન્સલ કરી છે. આ સહીત 3 મેના રોજ, કંપનીએ NCLTને તેની નાદારી વિશે જાણ કરી, ત્યારબાદ કંપનીએ 12 વખત ફ્લાઈંગ સેવાઓ રદ કરી છે. અગાઉ, કંપનીએ 30 જૂન સુધી તેની ફ્લાઇટ્સ રદ કરી હતી.ત્યારે ફરી 6 જુલાઈ સુધી ફ્લાઈટ પરનો પ્રતિબંધ લંબાવ્યો છે.

આ સહીત ફ્લાઈટ્સ વારંવાર કેન્સલ થવા પર ગો ફર્સ્ટએ નિવેદન આપ્યું છે કે  અમે જાણીએ છીએ કે ફ્લાઈટ્સ વારંવાર કેન્સલ થવાને કારણે લોકોની મુસાફરીને અસર થઈ રહી છે. અમે અમારી સેવાઓને બહેતર બનાવવા માટે સતત કામ કરી રહ્યા છીએ. ડીજીસીએ તરફથી મંજૂરી મળ્યા બાદ ટૂંક સમયમાં જ GoFirst તેની ફ્લાઈટ્સ શરૂ કરશે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે ફ્લાઈંગ સર્વિસને ફરી શરૂ કરવા માટે કંપનીએ તેની રિવાઈવલ પ્લાન ડીજીસીએને મોકલી આપી છે. રિવાઇવલ પ્લાનને મંજૂરી મળ્યા બાદ તરત જ કંપની તેની ફ્લાઇટ્સ શરૂ કરે તેવી સંભાવનાઓ સેવાઈ  રહી છે.કંપનીએ જણાવ્યું છે કે રિઝોલ્યુશન પ્રોફેશનલ્સે એરલાઇન રેગ્યુલેટર ડીજીસીએને કહ્યું છે કે તેની પાસે ફ્લાઇટ્સ શરૂ કરવા માટે પૂરતા પાઇલટ્સ અને ગ્રાઉન્ડ સ્ટાફ છે. હાલની યોજના પ્રમાણે  એરલાઇન 70 રૂટ પર દરરોજ 160 ફ્લાઇટ્સ ઉડાવી શકે છે.