Site icon Revoi.in

તુલસીના પાન વાળ માટે અનેક રીતે ઉપયોગી – હેરપેક અને હેરઓઈલ વાળને બનાવે છે મુલાયમ અને સુંદર

Social Share

સામાન્ય રીતે તુલસી આરોગ્ય માટે ગુણકારી માનવામાં આવે છે,તુલસીને ઓસીમમ ટેન્યુઇફ્લોરમ તરીકે પણ ઓળખવામાં આવે છે આરોગ્યને ઘણી રીતે તુલસી ફાયદો કરે છે જો કે ત્વચા માટે પણ તુલસી ઘણી ઉપયોગી છે ,તેજ રીતે વાળને સારા બનાવવા માટે પણ તુલસીઓ ઉપયોગ બેસ્ટ ઓપ્શન છે.

તુલસીના પાનની પેસ્ટ બનાવીને વાળમાં વગાવાથી વાળને ખરતા અટકે છે.જાડા અને મુલાયમ વાળ માટે તમે તુલસીના પાનનો ઉપયોગ હેર ઓઈલ સાથે કરી શકો છો. તુલસીના પાનને વાટીને તમારા વાળના તેલમાં મિક્સ કરો. આ પછી તેલને 1 કલાક માટે રહેવા દો. આ પછી આ તેલથી વાળમાં હળવા હાથે માલિશ કરો. 30 મિનિટ માલિશ કર્યા પછી વાળ ધોઈ લો. આ તેલનો ઉપયોગ કરવાથી વાળ ખરતા ઓછા થાય છે, જેના કારણે વાળ જાડા અને મુલાયમ બનશે.

આ સાથે જ તુલસીના પાનને સુકવીને તેના પાવડરને તેલમાં મિક્સ કરીને વાળમાં અપ્લાય કરવાથી વાળ સુંદર બને છે અને બરછડ વાળ દૂર થાય છે.તુલસીના પાનની પેસ્ટને માથામાં લગાવવાથી માથાની ત્વચા સ્વચ્છ રહે છે અને ખોડો નિયંત્રણમાં રહે છે.

ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માટે તમે તુલસીના પાંદડાના હેર માસ્કનો ઉપયોગ કરી શકો છો.તુલસીના પાન અને કઢીના પાનનો ઉપયોગ કરીને હેર માસ્ક બનાવી શકો છો. હેર માસ્ક બનાવવા માટે, 10 કરી અને 10 તુલસીના પાન મિક્સ કરો. આ પછી પાંદડાની પેસ્ટ બનાવી લો. આ પેસ્ટમાં પેપરમિન્ટ આવશ્યક તેલના 1 અથવા 2 ટીપાં ઉમેરો. આ પછી વાળ પર આ હેર માસ્ક લગાવો. જેનાથી વાળ સુંદર બનશે

તમે પણ ડેન્ડ્રફથી પરેશાન છો તો દહીં અને તુલસીના રસથી તૈયાર કરેલો હેર પેક લગાવો. તેમાં હાજર એન્ટિ-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ ગુણો વાળને હળવા હાથે સાફ કરીને ડેન્ડ્રફને દૂર કરવાનું કામ કરે છે

આ સાથે જ ડ્રાય રહેતા વાળ માટે પણ તુલસી બેસ્ટ ઓપ્શન છે, હોય તો બે ચમચી તુલસીનો પેસ્ટ બનાવો,એક ચમચી ઓલિવ ઓઈલ, અડધી ચમચી ક્રશ કરેલા કેળા.

જો તમે તમારા વાળમાં મહેંદી લગાવો છો, તો તમે તેમાં તુલસીનો પાવડર ઉમેરી શકો છો. તેનાથી વાળને મૂળમાંથી પોષણ મળશે. તે ઝડપથી વૃદ્ધિ કરવામાં પણ મદદ કરે છે. આવી સ્થિતિમાં વાળ ખરવાની સમસ્યાને ઓછી કરવાથી વાળ સુંદર, જાડા, લાંબા, ઘાટા, નરમ અને ચમકદાર બનશે