Site icon Revoi.in

ગરમી માટે રહેજો તૈયાર – માર્ચ મહિનામાં 40ને પાર પહોંચશે ગરમીનો પારો

Social Share

અમદાવાદ – શિયાળાનો અંત આવતાની સાથે જ ગરમી શરુ થઈ ચૂકી છે, છેલ્લા 62 વર્ષમાં સૌથી વધુ તાપમાન આ વર્ષ દરમિયાન  નોંધાયું છે. ત્યારે માર્ચથી મે એ ઉનાળાના ત્રણ માસમાં અતિષય ગરમી પડવાની શક્યતાઓ સેવાઈ રહી છે, જો કે તેના અણસાર અત્યારથી જ જોવા મળી રહ્યા છે,હાલ બપોરે ઘરની બહાર નીકળતા જ જાણે વિચાર કરવો પડે છે.એવી સ્થિતિ સર્જાઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છ સહિતના મોટાભાગના રાજ્યોમાં ગરમી સામાન્ય કરતા વધુ પડવાનું અનુમાન છે,  જાન્યુઆરી વર્ષ 2021માં ઠંડી વધુ પડવાની આગાહીથી વિપરીત વર્ષ 1958માં 14.78 સે.સરેરાશ ન્યુનત્તમ તાપમાન નોંધાયા બાદ આટલું ઉંચુ તાપમાન જાન્યુઆરીના વર્ષ 2021માં નોંધાયું છે, એટલે કે છેલ્લા 62 વર્ષનું સૌથી ગરમ તાપમાન રહ્યું છે. દક્ષિણ ભારત કે જ્યાં વરસાદે પણ રેકોર્ડ સર્જ્યો છે ત્યાં તો 121 વર્ષમાં ગત જાન્યુઆરીએ સૌથી વધુ સરેરાશ તાપમાન 22.33 સે. નોંધાયું હતું.

હવામાન વિભાગે સત્તાવાર  જાહેર કર્યું છે કે, આકરા ઉનાળા માટે તૈયાર રહેજો, કારણ કે  માર્ચ મહિનાની શરૂઆતથી જ કાળઝાળ ગરમીની આગાહી હવામને આપી છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભુજ, ડીસા અને નલિયા સહીત ગરમીનો વધુ અનુભવ થશે ત્યારે ૧૪થી ૧૫ માર્ચ બાદ તાપમાન વધારો થવાની શક્યતાઓ નોંધાઈ છે.

, ગુજરાતમાં તા.11 માર્ચ સુધીમાં 36-38 સે. સુધી અને તા.12થી 25 માર્ચ દરમિયાન 40 સે. સુધી તાપમાનનો પારો પહોંચે તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે માર્ચમાં સવાસો વર્ષમાં રેકોર્ડબ્રેક તાપમાન ગુજરાતમાં 43-44 સે. સુધી પણ વિતેલા વર્ષોમાં પહોંચી ચૂક્યું છે.

સાહિન-