Site icon Revoi.in

ગરમીમાં પણ શૂઝ પહેરીને સ્ટાઈલીશ દેખાવું છે પણ મોજામાં દૂર્ગંઘનો ડર સતાવે છે તો જઈલો આ ટિપ્સ

Social Share

સામાન્ય રીતે ગરમી એટલી વધી છે કે પસીનો થવો સહજ બાબત છે, જો કે પસીનાના કારણે આપણે પહેરેલા ફૂટવેરમાંથી અત્યંત વાસ આવતી હોય છે, ઘણી વખત આપણે ઓફીસમાં આ બાબતે ઈમેબલેન્સ થવાનો વારો આવે છે,ત્યારે આવી સ્થિતિમાં શૂઝની એ રીતે કાળજી લેવી જોઈએ કે પસીનો થવા છત્તા શૂઝમાંથી વાસ ન આવે.

આ માટે તમે કેટલીક ઘરેલું ટિપ્સ અપનાવી શકો છો,જેથી શૂઝમાંમથી આવતી વાસને દૂર કરી સકાય અને રોજેરોજ જાણે નવા શૂઝ પહેર્યાનો અનુભવ થાય તે અલગ.

પહેલા તો જ્યારે પણ તમે ઘરમાં આવો એટલે તમારા શૂઝને તડકામાં રાખઈદો, 30 મિનિટ સુધી તડકામાં શૂઝ રાથ્યા બાદ જ તેને કબાટ કે શૂઝની ચોક્કસ જગ્યાએ રાખો, આમ કરવાથી પસીનો સુકાઈ જશે.

ત્યાર બાદ જ્યારે પણ શૂઝ કબાટમાં રાખો તે પહેલા કબાટમાં અને શૂઝમાં ફિનાઈલની ગોળીઓ રાખી દેવી જેથી શૂઝમાં ફિનાઈલની સુવાસ ફેલાશે અને પસીનાની વાસ દૂર થશે

હંમેશા શૂઝ પહેરીને શોક્સ ઘોવામાં નાખવાની આદત રાખો,એક જ શોક્સ બીજી વખત પહેરવાનું ટાળો તેનાથી વધારે વાસ આવે છે.

શૂઝ પહેરતી વખતે મોજા પહેરો ત્યારે તેમા સ્પ્રે લગાવી શકો છો,તમારા પગ પર ડિયોડરન્ટનો ઉપયોગ કરવાથી ગંધ પેદા થતા બેક્ટેરિયા અને ફૂગથી છુટકારો મેળવી શકાય છે.

તમારા શૂઝ ્ને ઈન્સોલ્સને અઠવાડિયામાં એક વખત તો ધોવાજ જોઈએ આ માટે તમે શેન્પૂનો ઉપયોગ કરી શકો છો જેનાથી સરસ સુવાસ ફેલાશે અને ગંદકી પણ દૂર થશે

શૂઝને વોશ કર્યા બાદ તેને હવામાં અને તડકામાં બન્ને રીતે સુકવો જેથી ભીના ન રહે અને ભેજ પણ ન રહે તથા અંદરની વાસ દૂર થાય

આ સાથે જ જ્યારે તમે શૂઝ પહેરી રહ્યા હોય ત્યારે શૂઝની અંદર નારંગી, મોસંબી અથવા લીંબુની છાલને મૂકી રાખો, આમ કરવાથી પસીનાની વાસ ફેલાશે નહી આ સાથે જ રાત્રે સુતા વખતે પણ શૂઝમાં આ છાલ મૂકી શકો છો.

તમે જ્યાં શૂઝ રાખી રહ્યા છો ત્યા ફેગરેન્સ વાળઈ વસ્તુઓ રાખવાની આદત પાડીદજો જેથી જૂતામાંથી વાસ આવશે નહી આ સાથે જ શૂઝનો કબાટ વીકમાં એક વખત સાફ કરવો જોઈએ

જો તમે ટાઈટ પગરખાં પહેરો છો, જેમાંથી હવા પણ પસાર થતી નથી, તો હંમેશા તાંબા જેવા ધાતુના રેસામાંથી વણાયેલા મોજાંનો ઉપયોગ કરો. આવા મોજાં બેક્ટેરિયા અને ફૂગને રોકી શકે છે અને તેથી દુર્ગંધ આવતી રોકી શકે છે.