Site icon Revoi.in

અમેરિકામાં સંસદીય ચૂંટણી પહેલા ડોનાલ્ડ ટ્રંપની મુશ્કેલીઓમાં વધારો થયો

Social Share

નવી દિલ્હીઃ અમેરિકામાં સંસદીય ચૂંટણી પહેલા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કોર્ટે કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિને 2021 ના કેપિટોલ હિલ કેસનો સામનો કરવો પડી શકે છે. જેમાં ચૂંટણી પરિણામોમાં ગોટાળાનો આરોપ છે.. કોર્ટે ટ્રંપના કાયદાકીય પ્રતિરક્ષાના દાવાને પણ રદ્દ કર્યો છે. કાયદાકીય પ્રતિરક્ષાએ એવી કાનૂની સ્થિતી છે જેમાં કોઈ વ્યક્તિ કે સંસ્થાને કાનૂનના ઉલ્લંઘન માટે જવાબદાર ગણી શકાય નહીં.

છેલ્લા કેટલાક મહિનામાં આ કોર્ટે આ નિર્ણય બીજી વાર આપ્યો છે. જ્યારે ન્યાયાધીશોએ ડોનાલ્ડ ટ્રમ્પની કાનૂની પ્રતિરક્ષાની દલીલોને ફગાવી દીધી છે. અદાલતનું માનવું છે કે, વાઈટ હાઉસમાં 6 જાન્યુઆરી 2021માં કરવામાં આવેલ કૃત્યો પર કાર્યવાહી થઈ શકે છે. આ દિવસે ટ્રંપના સમર્થકોએ કેપિટોલ હિલ પર હુમલો કર્યો હતો.