Site icon Revoi.in

ભારતમાં રામ રાજ્યની શરૂઆતઃ ધીરેન્દ્ર શાસ્ત્રી

Social Share

અયોધ્યાઃ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ કહ્યું હતું કે, આ ભારત માટે ગૌરવનો દિવસ છે. આ રામ રાજ્યની શરૂઆત છે. મારુ દિલ ભરાઈ આવ્યું છે અમે ખુબ જ ખુશ છીએ. સ્વામી રામભદ્રાચાર્યજીએ જણાવ્યું હતું કે, હું સનાતન ધર્મમાં માનનારાઓને શુભકામનાઓ પાઠવું છે. આજે કલિયુગ ઉપર ત્રેતાયુગની છાયા પડી રહી છે.

દરમિયાન કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલે જણાવ્યું હતું કે, કોઈ પણ દેશ પોતાની સંસ્કૃતિ અને વિરાસતને સાચવી રાખ્યા વગર સમૃદ્ધ બની શકતો નથી. પીએમ મોદીની આગેવાનીમાં અમારી સરકાર આપણી સંસ્કૃતિને સાચવી રાખવા અને પોતાની વિરાસત ઉપર ગર્વ કરવા માટે સતત પ્રેરિત કરી રહ્યાં છે. ભગવાન શ્રી રામ આપણી સંસ્કૃતિનું પ્રતીક છે.

શ્રી રામ જન્યભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયજીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે કહ્યું હતું કે, રામલલાની મૂર્તિ અરુણ યોગીરાજજીએ બનાવી છે. દરવાજાનું લાકડુ મહારાષ્ટ્રથી, ગ્રેનાઈટ આંધ્રપ્રદેશથી આવ્યું હતું. આમ મંદિરના નિર્માણમાં ઉત્તરથી લઈને દક્ષિણ ભારત તરફથી સહયોગ મળ્યો છે.