Site icon Revoi.in

ગર્લ્સના કપડાને ફ્રેન્સી લૂક આપે છે બેલ્ટઃ તમારા જૂના કપડા પર ફ્રેન્સી બેલ્ટ તમને બનાવે છે સ્ટાઈલિશ

Social Share

યુવતીઓ પોતાને સ્ટાઈલિશ લૂક આપવા અવનવા અખતરાઓ કરે છે, ક્યારેક કપડા સ્ટાઈલિશ પહેરે છે તો ક્યારે ક કપડા સાથે શૂઝ મેચિંગ કરે છે, તો વળી કેટલીક યુવતીઓ કપડાને કોી નવી સ્ટાઈલથી પહેરીને સાદા સિમ્પલ કપડામાં નવો લૂક આપી દે છે, આ રીતે જો તમારા પાસે લોંગ ગાઉન, શોર્ટ ફ્રોક કે પછી ઢીલો ઢબ શર્ટ હોય અને તમે તેને પહેરતા અટકો છો, તો બેલ્ટની મદદથી આ પ્રકારના કપજડાને તમે પણ સ્ટાઈલિશ બનાવી શકો છો.

હવે આ મોર્ડન બેલ્ટ ટ્રેડિશનલ કમરબંધ કરતા પણ વધારે લોકપ્રિય બન્યા છે. જો તમે તમારા જુના કપડામાં જ ફેશનેબલ, સ્ટાઈલિશ અને ગ્લેમરસ દેખાવા માંગતા હોવ તો બસ એક બેલ્ટથી જ તમારો લુક બદલાઈ જશે.

કોઈ પણ કપડામાં જો તમે બેલ્ટ લગાવો છો તો તેનો લૂક ચેન્જ થઈ જાય છે,જેમ કે જ્યારે કોઈ સિમ્પલ લોંગ ગાઉન હોય તો તેના પર ડાયમંડ વાળઓ બેસ્ટ આ સિમ્પલ ડ્રેસને વધુ સોબર અને ફેન્સી બનાવે છે.

જો કોઈ શોર્ટ ફ્રોક છે અને તે પ્લેન અથવા ફઅલાવર પ્રિન્ટ વાળું છે, તો સાદી કે રંગીન દોરીનો બેલ્ટ તેના ઉપર કમરના ભાગ પર બાંધવાથઈ આ ફ્રોક સ્ટાઈલિશ બને છે.

જો કોઈ લોંગ શર્ટ હોય અને તે સાવ ઢિલો હોય ત્યારે તેને જીન્સસ પર પહેરીને તેના પર જો તેની સાથે શૂટ થતો કોઈ બેલ્ટ લગાવવામાં આવે તો તે શર્ટ સ્ટાઈલ બને છે,સાથે જ શર્ટનો દેખાવ પણ બદલાય જોય છે

ગોલ્ડન બકકલવાળો પહોળો બેલ્ટ ઘણો ટ્રેન્ડમાં જોવા મળે છે. ફેશન ઘણી જૂની છે, પણ તે તમને હંમેશા સ્ટાઈલિશ અને ગ્લેમરસ લુક આપશે. જીન્સ પેન્ટ સાથે મોટાભાગની યુવતીઓ બેલ્ટ પહેરે છે. પણ તમે તમારા ફોર્મલ લુકને બેલ્ટ પહેરી વધુ સ્ટાઈલિશ બનાવી શકો છો.

આજકાલ ટ્રેડિશનલમાં પણ બેલ્ટની ફએશનનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે,.લહેંગા ટ્રેડિશનલ આઉટફિટ છે તેની સાથે ગોલ્ડ અથવા સિલવર પાતળો બેલ્ટ પહેરશો. સ્ટ્રેટ પેન્ટ, ચુડીદાર, પટિયાલા સલવાર, પ્લાઝો કે લેગીંગસ સાથે દુપટ્ટા પર બેલ્ટ જુદી જુદી સ્ટાઇલમાં પહેરવાથી તમારો લૂક સ્ટાલિશ બને છે.