Site icon Revoi.in

ESIC હેઠળ આવતા લાભાર્થીઓને હવેથી દરેક જિલ્લાઓમાં મળી રહેશે આરોગ્ય-સેવાઓ

Social Share

દિલ્હીઃ કર્મચારી રાજ્ય વીમા નિગમ હેઠળ વીમાધાર ને એક એપ્રિલથી તમામે તમામ જીલ્લાઓમાં આરોગ્યલક્ષી સેવાઓ પુરી પાડવામાં આવી શકશે, આ હેઠળ 735 જિલ્લાઓમાં ESIC અંતર્ગત આરોગ્ય સેવાઓ મળી રહેશે.

મળતી માહિતી પ્રમાણે હાલમાં ESIC ના IP માટે આરોગ્ય સેવાઓ 387 જિલ્લાઓમાં સંપૂર્ણ રીતે અને 187 જિલ્લામાં આંશિક રૂપે ઉપલબ્ધ થઈ છે.જ્યારે આ સિવાયના 161 જિલ્લા એવા છે, જ્યાં આ સુવિધા ઉપલબ્ધ નથી. જો કે હવેથી આ સેવા માટે લાભાર્થીએ દૂર સુધી જવાની જરુર પડશે નહી.

ESIC આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અતંર્ગત પેનલમાં આવતી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવતા હોય છે. આ વિશે કેટલાક મહિના પહેલાં કરાર થયો હતો.જે માટે હવે  જીકની હોસ્પિટલમાં પણ આરોગ્ય સેવાનો ઈમરજમ્સીના સમયે લાભ લઈ શકાશે.

ESICની સ્થાયી સમિતિના સભ્ય એસ. પી. તિવારીએ કહ્યું હતું કે સ્થાયી સમિતિની બુધવારે  એક બેઠક યોજી હતી જેમાં એક વ્યવસ્થાને બજેટના પ્રસ્તાવોની મંજૂરી આપવામાં આવી છે. જે હેઠળ એબીએમજેએકવાયની પેનલમાં આવતી હોસ્પિટલ IPને 1લી એપ્રિલ, 2021થી દેશના દરેકે દરેક જિલ્લાઓમાં આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

સાહિન-