Site icon Revoi.in

રૂપિયા118 કરોડના આવાસોનું 1 જાન્યુઆરીએ PM મોદીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત, લાભાર્થીઓને મળશે ફર્નિચર સાથે ફ્લેટ

Social Share

રાજકોટ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી જાન્યુઆરીએ ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત કોર્પોરેશન દ્વારા 118 કરોડના ખર્ચે રૈયા સ્માર્ટ સિટી એરિયામાં બનાવવામાં આવેલા 1144 આવાસોનું ઈ-ખાતમુહૂર્ત કરશે.

આ પ્રોજેક્ટમાં વાર્ષિક ૩ લાખ રૂપિયાની આવક ધરાવતા પરિવારને ૩.૪૦ લાખમાં બે રૂમ, લિવિંગ રૂમ, રસોડાની સુવિધાથી સજ્જ આવાસ ફર્નિચર સાથે અપાશે. જો કે રાજકોટના ઇતિહાસમાં પ્રથમવાર મહાપાલિકા દ્વારા લાભાર્થીને માત્ર રૂ.૩.૪૦ લાખમાં ફર્નિચર સાથે ફ્લેટ આપવામાં આવશે.

કોર્પોરેશનના અધિકારીએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૨૦૨૨ સુધીમાં દેશના દરેક નાગરિકને સુવિધાસભર આવાસ મળી રહે તે માટેના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે. જેમાં નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કરી એકસાથે ઓછા સમયમાં વધુ પ્રમાણમાં આવાસ બને તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે કેન્દ્ર સરકારના મીનીસ્ટ્રી ઓફ હાઉસિંગ અર્બન અફેર્સ વિભાગ દ્વારા અદ્યતન ટેકનોલોજીથી આવાસ બનાવવા માટે ગ્લોબલ હાઉસિંગ ટેકનોલોજી ચેલેન્જ લાઈટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત દેશમાં માત્ર છ શહેરોની પસંદગી કરવામાં આવી છે. જેમાં રાજકોટનો પણ સમાવેશ થાય છે.