Site icon Revoi.in

આજથી 2 દિવસીય બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટનો આરંભ , 25 દેશોના પ્રતિનિધિઓ થશે સામેલ

Social Share

કોલકાતા – પશ્ચિમ બંગાળની બે દિવસીય ગ્લોબલ બિઝનેસ સમિટની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આજરોજ મંગળવારથી  આ સમીટનો આરંભ થવા જાકી રહ્યો  છે. બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ ની સાતમી આવૃત્તિમાં ઉદ્યોગપતિઓ, કોર્પોરેટ દિગ્ગજો તેમજ 25 થી વધુ દેશોની રાજકીય હસ્તીઓ સહિત ભારતની ઘણી અગ્રણી હસ્તીઓ ભાગ લેશે . મમતા બેનર્જી  બે દિવસીય બંગાળ ગ્લોબલ બિઝનેસ સમિટ (BGBS) ની સાતમી આવૃત્તિનું ઉદ્ઘાટન કરશે

પ્રાપ્ત જાણકારી મુજબ આ સમિટમાં ભાગ લેનારા દેશોમાં અમેરિકા, બ્રિટન, જાપાન, પોલેન્ડ, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, જર્મની, મલેશિયા, બાંગ્લાદેશ અને ફિજીનો સમાવેશ થાય છે. ભારત તરફથી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, અંબુજા નેવટિયા અને હિરાનંદાની ગ્રુપના અધિકારીઓ કોન્ફરન્સમાં ભાગ લે તેવી અપેક્ષા છે.

આ સમિતને લઈને અધિકારીઓએ જણાવ્યું કે બે દિવસીય BGBS-2023માં સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો , કાપડ, એન્જિનિયરિંગ, ઉર્જા, પરિવહન અને શહેરી માળખાકીય સુવિધાઓ, રિયલ એસ્ટેટ, કૃષિ, પ્રવાસન અને આંતરરાષ્ટ્રીય વેપાર અને લોજિસ્ટિક્સ જેવા ક્ષેત્રો પર વિચાર કરવામાં આવશે. 

અધિકારીએ જણાવ્યું કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી આ વર્ષના BGBSમાં ભાગ લે તેવી અપેક્ષા છે. સંજીવ ગોએન્કા, સંજીવ પુરી, પૂર્ણેન્દુ ચેટર્જી, હર્ષવર્ધન નેવટિયા અને સજ્જન જિંદાલ જેવા ઉદ્યોગપતિઓ પણ કોન્ફરન્સમાં હાજર રહેશે. તેમણે કહ્યું કે વિશ્વ બેંક અને એશિયન ડેવલપમેન્ટ બેંકના વરિષ્ઠ પ્રતિનિધિઓ સહિત 250 થી વધુ આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓ તેમાં ભાગ લે તેવી અપેક્ષા છે

આ સઠવેજ જણાવાયું છે કે BGBS ની સાતમી આવૃત્તિમાં બ્રિટન તેનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રતિનિધિમંડળ મોકલવા જઈ રહ્યું છે. એક સૂચનામાં, યુકેના ડેપ્યુટી હાઈ કમિશને જણાવ્યું હતું કે વ્યવસાયો અને સંસ્થાઓના 55 સભ્યોના પ્રતિનિધિમંડળે કોલકાતામાં BGBSની મુલાકાત લીધી હતી.