Site icon Revoi.in

બહુમતી ન હોવા છતાં પણ સરકાર બનાવવાનો પ્રયત્ન કરશે બેન્જામિન નેતન્યાહૂ

Social Share

રાષ્ટ્રપતિ કાર્યાલયનો આદેશ આવ્યા પછી બેન્જામિન નેતન્યાહૂએ જણાવ્યું કે, “આપણા પ્રયત્ન હોવા જોઈ કે,આપણે એક સહિયારી સરકારની ચરના કરીએ,દેશની સુરક્ષા અને કતા માટે તે ખાસ જરુરી છે”

ઈઝરાયલમાં પ્રધાનમંત્રી પદ માટેની ચૂંટણી થયાને એક અઠવાડિયાથી વધુનો સમય વિતી ગયો છતા પણ હજુ સુધી નવી સરકાર બનવા પામી નથી,સામાન્ય ચૂંટણીમાં ક પમ પાર્ટીને બહુમત મળ્યો નથી,તો આ વચ્ચે હવે ઈઝરાયલના રાષ્ટ્રપતિ રેવ્યૂને બેન્જામિન નેતન્યાહૂને નવી સરકાર બનાવવાના પ્રય્તનો કરવા જણાવ્યું છે.

જ્યારે બેન્જામિન નેતન્યાહુ અને બૈની ગૈંટ્ઝ આ બન્ને વચ્ચે સહિયારી સરકાર બનાવવાના પ્રયત્નો નિષ્ફળ રહ્યા હતા ત્યારે આગળનું પગલું ભરતા ઈઝરાયલના રાષ્ટ્રપતિએ હાલના પ્રધાનમંત્રીને કહ્યું કે, “સરકાર બનાવવા માટે જરુરી સીટોની સંભાવનાઓની શોધ કરો,તે માટે પછી વિપક્ષ પાર્ટીના નેતા બૈની ગૈંટ્ઝ સાથે પણ જો વાત કરવી પડે તો વાત કરો”,

રાષ્ટ્રપતિ કાર્યોલયનો આદેશ આવ્યા બાદ બેન્જામિન નેતન્યાહૂએ કહ્યું કે. “આપણા પ્રયત્નો સતત રહેવા જોઈ કે આપણે સહિયારી સરકાર બનાવી શકીયે,દેશની સુરક્ષા અને એકતા માટે આ ખુબ જરુરી છે,દરેક લોકો જાણે છે કે આ પછી બીજી તક નથી મળવાની,નહીતો ફરી આપણે ચૂંટણી લડવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડવું પડશે”

જો કે,બેન્જામિન નેતન્યાહૂના આ પ્રયત્નોથી બૈની ગૈટ્ઝ સહમત નથી,તેમણે  પહેલા પમ કેટલીક  બધી વાર નેતન્યાહૂની સહિયારી સરકારની નીતિનનો સખત નિરોધ કર્યો છે ને તે પોતે પોતાને સૌથા શ્રેષ્ઠ ઉમેદવાર ગણાવી ચૂક્યા છે,તેમના મતે તેમનાથી ઉત્તમ ઉમેદવાર કોઈ નથી.

ઉલ્લેખનીય છે કે,17 સપ્ટેમ્બરે થયેલી ચૂંટણીમાં વર્તમાન પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂની લિડૂક પાર્ટીને 31 સીટ ,વિપક્ષ દળના નેતા બૈની ગૈટ્ઝની પાર્ટીને 33 સીટ મળવા પામી હતી,જો એવામાં તાતકાલીકના ઘોરણે સરકારનું ગઠન ન થાય,તો રાષ્ટ્રપતિ તરફથી ફરી ચૂંટણી લડવાનો આદેશ આપવામાં આવશે,એટલે ઈઝરાયલે એક જ વર્ષમાં ત્રીજી વાર ચૂંટણી લડવાની પ્રક્રીયામાંથી પસાર થવું પડશે.

ઈઝરાયલમાં જો સરકાર બનાવવા માંગતા હોય તો તેમને 61 સીટ મળવી અનિવાર્ય છે,આ  વખતે જો બન્ને પાર્ટીને મળેલી સીટને જોડવામાં આવે તો પમ માંડ 50 સીટ સુધીનો આંકડો પહોંચ્યો છે,તે સિવાયની સીટો અન્ય નાની-નાની પાર્ટીઓ પાસે છે જે સરકાર રચવામાં કિંગમેકર બની શકે છે,તેમાંથી એક એવિગ્ડોર લિબરમેનની પાર્ટી પાસે હાલમાં 8 સીટ છે,જે 8 સીટ સરકાર બનવાની હવા બદલી શકે છે.