Site icon Revoi.in

11 વર્ષના ભગતસિંહનો પત્ર, “દાદાજી સંસ્કૃતમાં 150માંથી 110 માર્ક્સ મળ્યા”

Social Share

આઝાદીની લડાઈમાં નાની વયે પોતાના પ્રાણ દેશ મટે ન્યોછાવર કરનારા સરદાર ભગતસિંહની 28 સપ્ટેમ્બરે જયંતી છે. અંગ્રેજો વિરુદ્ધની લડાઈને અલગ સ્તર પર લઈ જવા, ઓછી વયે ફાંસી પર ચઢી જવું અને યુવાનોને પ્રેરીત કરવા માટે હંમેશા શહીદ-એ-આઝમને યાદ કરવામાં આવે છે. આજેપણ સોશયલ મીડિયામાં ભગતસિંહને લગતી વાતો ચર્ચાતી રહે છે, આના દ્વારા યુવાનો પ્રેરણા પણ મેળવી રહ્યા છે.

28 સપ્ટેમ્બર-1907ના રોજ પાકિસ્તાનના પંજાબના બાંગા ગામમાં ભગતસિંહનો જન્મ થયો હતો. પરિવાર શરૂઆતથી જ અંગ્રેજોની સામેની લડાઈમાં બુલંદ અવાજનો માહોલ ધરાવતો હતો. ભગતસિંહ પણ આ રાહ પર ચાલી નીકળ્યા હતા. તેઓ ઘણાં વર્ષો સુધી જેલમાં રહ્યા, અંગ્રેજોની સામે લડતા રહ્યા, ઘણાં એવા કામ કર્યા જે ઈતિહાસ બની ગયા.

ભગતસિંહે પોતાના જીવનમાં જેલમાં રહેતા, ભણતી વખતે, ઘણાં લેખ અને પત્રો લખ્યા હતા. જે પરિવારના સદસ્યો, આંદોલનકારીઓને સંબોધીને લખાયા હતા. 28 સપ્ટેમ્બરે જ્યારે ભગતસિંહની જયંતી મનાવવામાં આવશે, તો તેના પહેલા તેમના દ્વારા માત્ર 11 વર્ષની વયે ભગતસિંહે પોતના દાદાજે લખેલો પહેલો પત્ર વાંચવો જોઈએ. આ પત્ર દ્વારા એક વાત સ્પષ્ટ હતી કે ઉર્દૂ અને અંગ્રેજી ભાષાના જાણકાર સરદાર ભગતસિંહને સંસ્કૃત ભાષા પણ આવડતી હતી.

અહીં ભગતસિંહનો તે પત્ર વાંચો કે જે તેમણે પોતાના દાદાજીને લખ્યો હતો. ભગતસિંહનો પ્રારંભિક અભ્યાસ તેમના ગામમાં થયો હતો. પરંતુ ચોથા ધોરણ બાદ તેઓ લાહોર ગયા હતા. લાહોરથી તેમણે પોતાના દાદાજીને પત્ર લખ્યો હતો.

22 જુલાઈ, 1918ના રોજ સરદાર અર્જુનસિંહ (ભગતસિંહના દાદા) માટે લખવામાં આવેલો ભગતસિંહનો પત્ર:

પૂજ્ય બાબાજી,

નમસ્તે

તમારો પત્ર વાંચીને સારું લાગ્યું, હાલ પરીક્ષા ચાલી રહી છે. માટે મે તમને કોઈ પત્ર લખ્યો નથી. હવે અમારું અંગ્રેજી અને સંસ્કૃતનું પરિણામ આવી ગયું છે. સંસ્કૃતમાં મારા 150 માર્ક્સમાંથી 110 માર્ક્સ આવ્યા છે. અંગ્રેજીમાં 150માંથી 68. 150માંથી 50 માર્ક્સ લાવનાર પાસ થઈ જાય છે. માટે અંગ્રેજીમાં 68 માર્ક્સ લાવીને હું પણ પાસ થઈ ગયો છું. તમે કોઈ ચિંતા કરશો નહીં, બાકી પરીક્ષાઓના પરિણામ આવવાના હજી બાકી છે. 8 ઓગસ્ટ પહેલા રજાઓ હશે, તમે અહીં ક્યારે આવશો, જણાવશો.

આપનો તાબેદાર,

ભગતસિંહ.

ભગતસિંહે 11 વર્ષની વયે લખેલો પહેલો પત્ર ઉર્દૂ ભાષામાં લખવામાં આવ્યો હતો. આ પત્રને રાહુલ ફાઉન્ડેશનના પુસ્તક ભગતસિંહ ઔર ઉનકે સાથીઓ કે સંપૂર્ણ ઉપલબ્ધ દસ્તાવેજ-એ હિંદીમાં પ્રકાશિત કર્યો છે.