Site icon Revoi.in

ભારતીય જનઔષધિ પરિયોજનાએ કરોડો ભારતીયોની તબીબી ખર્ચની ચિંતા દૂર કરી: પીએમ

Social Share

નવી દિલ્હીઃ પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, ભારતીય જનઔષધિ પરિયોજના (PMBJP)ની સિદ્ધિઓ એકદમ સંતોષજનક છે. તેમણે કહ્યું કે આ યોજનાએ માત્ર સારવારના ખર્ચને લઈને દેશના કરોડો લોકોની ચિંતા દૂર કરી નથી, પરંતુ તેમનું જીવન પણ સરળ બનાવ્યું છે.

એક ટ્વીટમાં, કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ માહિતી આપી છે કે દેશમાં 5મી જન ઔષધિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ યોજનાએ ભારતના સામાન્ય લોકોના જીવન પર સીધી હકારાત્મક અસર કરી છે. દેશના 12 લાખથી વધુ નાગરિકો દરરોજ જન ઔષધિ કેન્દ્રોમાંથી દવાઓ ખરીદી રહ્યા છે. અહીં ઉપલબ્ધ દવાઓ બજાર કિંમત કરતા 50% થી 90% સસ્તી છે.

દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ભારતીય જન ઔષધિ પરિયોજનાની ઉપલબ્ધિઓ સંતોષકાર છે. જેનાથી સારવારનો ખર્ચને લઈને દેશના કરોડો લોકોની ચિંતા દુર થઈ છે. જેથી તેમનું જીવન સરળ બન્યું છે.