Site icon Revoi.in

ભાવનગર-મુંબઈ-પુનાની ફ્લાઈટ 5મી મેથી શરૂ કરાશે, બુકિંગનો કરાયો પ્રારંભ

Social Share

ભાવનગરઃ સૌરાષ્ટ્રમાં શહેરોમાં એક કનેક્ટિવિટી વધારવામાં આવી રહી છે. ટ્રાફિકમાં થઈ રહેલા વધારાને કારણે  રાજકોટ, કેશોદ, પોરબંદર, અમરેલી જિલ્લામાં એર કનેક્ટીવીટીમાં વધારો થયો છે ત્યારે આગામી તા. 5મી મેથી ભાવનગર-પુના, ભાવનગર-મુંબઈની સીધી ફલાઇટ સેવા શરુ કરાશે. સપ્તાહમાં શનિવારના દિવસ સિવાય ભાવનગરથી મુંબઈ-પુનાની સીધી ફલાઈટને લાભ મળશે.

સૂત્રોના જણાવ્યા મુજબ અલંગ સહિતની શીપ યાર્ડ સહિતના ઉદ્યોગોના લીધે ભાવનગર જિલ્લો વેપાર-વાણિજ્ય ક્ષેત્રે દેશભરના અન્ય રાજ્યો સાથે જોડાયેલો હોવાથી બિઝનેસમેન, એનઆરઆઈ, સ્ટુડન્ટ અને અન્ય મુસાફરોને હવાઈ સેવા મળી રહે તે માટે સ્પાઇસ જેટ કંપનીએ આગામી તા. 5મી મેથી ભાવનગર-પુના અને ભાવનગર-મુંબઈની બે ફલાઈટના શેડ્યુલ જાહેર કરવા સાથે બુકિંગ વિન્ડો ઓપન કર્યા છે.
આ ફલાઈટનો સમય જોતા મુંબઈ-ભાવનગર-મુંબઈ ફલાઇટ મુંબઈથી બપોરે 13.05 કલાકે ટેકઓફ થઇ 14.10 કલાકે ભાવનગર લેન્ડ થશે. ભાવનગરથી સવારે 9.50 કલાકે ઉપડી 10.55 કલાકે મુંબઈ પહોંચશે. જ્યારે ભાવનગર-પુના ફલાઈટ પુનાથી સવારે 7.55 ટેક ઓફ થઇ 9.05 કલાકે ભાવનગર લેન્ડ થશે. અને ભાવનગરથી બપોરે 14.45 કલાકે ટેકઓફ થઇ સાંજે 16.00 કલાકે પુના લેન્ડ થશે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, આ સેવાથી ભાવનગરના પેસેન્જરોને પુનાથી દિલ્હી, કલકતા, બેંગ્લોર, ચેન્નઇનાં વન સ્ટોપ કનેકશન મળશે. આ વિમાની સેવાનો લાભ મુસાફરોને આગામી સપ્તાહથી મળતો થશે. સ્પાઇસ જેટ કંપનીએ ભાવનગર-પુના, ભાવનગર-મુંબઈ ફલાઈટના બુકિંગ વિન્ડો ઓપન કર્યા છે. મુંબઈનું પ્રારંભીક ભાડુ રૂા. 3528 અને પુનાનું ભાડુ રૂા. 3069 હોવાનું જાણવા મળેલ છે. ભાવનગરથી મુંબઈનો  સારો એવો ટ્રાફિક મળે છે. જ્યારે પુનાનો પણ ટ્રાફિક મળી રહેશે. હાલ બુકિંગ ચાલી રહ્યું છે.