Site icon Revoi.in

ભોપાલઃ બાઈક સ્ટંટ કરતા યુવાનને સર્જાયેલા અકસ્માતનો વીડિયો થયો વાયરલ

Social Share

દિલ્હીઃ મધ્યપ્રદેશમાં પૂરઝડપે મોટરસાઈકલ હંકારવાનો વીડિયો વાયરલ થયો છે. બાઈક ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બાઈક પર સવાર યુવાન અને તેની પાછળ બેઠેલી યુવતી ફંગોળાઈને નીચે પટકાયાં હતા. આ વીડિયોમાં બાઈક પર સવાર અને પાછળ બેઠેલી યુવતી અંગે કોઈ માહિતી જાણી શકાઈ નથી. પોલીસે પણ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.

મધ્યપ્રદેશના ભોપાલમાં  ટુ-વ્હીકલ ઉપર સ્ટંટ કરતા બાઈક સવારોને ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. બાઈક ચાલકે ટોપ સ્પીડમાં એક્સીલેટર ખેંચીને કલચ છોડ્યું હતું. પરંતુ બ્રેક લગાવી શક્યો ન હતો. બાઈક હવામાં ફંગોળાઈ હતી અને ગોળ ફરી હતી. બાઈક ચાલક મુંબઈનો યુવાન અને પાછળ બેઠેલી યુવતી પડ્યાં બાદ પાંચથી 6 વાર પલટી ખાઈ ગયું હતું.

બાઈક 20 ફુટ સુધી ઘસડાઈ હતી આ વીડિયો સામે આવ્યો છે. વીડિયો ભોપાલના અટલ પથનો હોવાનું મનાઈ રહ્યું છે. આ પ્રકરણમાં યુવતી અને યુવક અંગે પોલીસને કોઈ માહિતી મળી નથી. ટીટીનગર પોલીસ સ્ટેશનના સંજુ કામલેએ કહ્યું હતું કે, સ્ટંટને લઈને કોઈ ફરિયાદ આવી નથી. વીડિયો રાતના સમયનો છે. આ વીડિયો ક્યાંરનો છે તે જાણી શકાયું નથી. જો કે, ભોપાલમાં બાઈક સ્ટંટનો આ કોઈ નવો કેસ નથી. પહેલા પણ જાહેર સ્થળ પર સ્ટંટના આવા કેસ સામે આવે છે.

સપ્ટેમ્બર 2021માં વીઆઈપી રોડ પર પણ બાઈકની ટાંકી ઉપર યુવતીને બેસાડીને બાઈક હંકારવાનો વીડિયો સામે આવ્યો છે. જે તે વખતે પોલીસે બાઈક ચાલકને દંડનું ચલણ આપ્યું હતું.