Site icon Revoi.in

એરલાઈન્સ કંપનીઓને સરકાર તરફથી મોટી રાહત- હવે મહિનામાંથી 15 દિવસ સુઘીનું ભાડુ કંપનીઓ નક્કી કરશે

Social Share

 

દિલ્હીઃ- કેન્દ્ર સરકાર તરફથી વિતેલા દિવસને શનિવારે એરલાઈન્સ કંપનીઓને મોટી રાહત આપવામાં આવી છે. હવે કંપનીઓ મહિનામાં 15 દિવસનું ભાડું નક્કી કરી શકે છે. આ સિવાય, બાકીના 15 દિવસો માટે, તેઓએ સરકારે નક્કી કરેલા ભાડા બેન્ડ મુજબ જ  આલવાનું રહેશે.

ભાડા ફેર બેન્ડ હેઠળ સરકાર અત્યાર સુધી સૌથી ઓછી અને સૌથી વધુ ભાડાની મર્યાદા નક્કી કરી રહી હતી, પરંતુ હવે તેમાં રાહત આપવામાં આવી છે. હવે સરકાર એક મહિનામાં માત્ર 15 દિવસ માટે આ મર્યાદા નક્કી કરશે, જ્યારે બાકીના 15 દિવસો માટે એરલાઇન્સ તેને પોતાના અનુસાર સુધારો વધારો કરી શકશે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે, કોરોના મહામારીને કારણે  અનેક એરલાઇન્સ બંધ કરવામાં આવી હતી. કેટલાક મહિનાઓ સુધી વિમાન સેવા બંધ રહ્યા બાદ સ્થાનિક ફ્લાઇટ સેવાઓ શરૂ થઇ હતી, પરંતુ મુસાફરોની સંખ્યા ઘટાડીને 50 ટકા કરવામાં આવી હતી. બાદમાં તેને ઘટાડીને 72.5 ટકા કરવામાં આવી હતી. હવે મંત્રાલયે તેને વધારીને 85 ટકા કરી દીધું છે. તેનાથી ચોક્કસપણે કંપનીઓને થોડી રાહત મળશે.