Site icon Revoi.in

કોરોનામાં મોટી રાહતઃ છેલ્લા 24 કલાકમાં 9 હજારથી પણ ઓછા કેસ નોંધાયા, સક્રિય કેસો પણ 1 લાખ 12 હજારની અંદર

Social Share

 

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘટ થઈ રહી છે જો કે છેલ્લા ઘણા સમય બાદ કોરોનાના કેસો 9 હજારની અંદર નોંધાયા છે જેથી કહી શકાય કે કોરોનાના કેસોમાં મોટી રાહત જોવા મળી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કુલ 8 હજાર 813 નવા કેસો સામે આવ્યા છે આ સાથે જ એક્ટિવ કેસો પણ ઘટ્યા છે. જાણકારી મુજબ સક્રિય કેસોની સંખ્યા 1 લાખ 11 હજાર 252 જોવા મળે છે.

આ સાથે જ કોરોનામાંથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા પણ વધતી જોવા મળી રહી છે  છેલ્લા 24 કલાકમાં 15 હજાર 40 લોકો કોરોનાથી સાજા થયા છે, અત્યાર સુધીમાં કુલ 43,638,844 લોકો કોરોનાથી સાજા થયા છે. 

જો છેલ્લા 24 કલાકમાં મોતની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 29 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં 6,10,863 રસીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કુલ 2,08,31,24,694 રસીકરણ કરવામાં આવ્યું છે.

Exit mobile version