Site icon Revoi.in

કોરોનામાં મોટી રાહત-  24 કલાકમાં 70 હજારથી પણ ઓછા કેસ નોંધાયા,સક્રિય કેસો પણ 1 લાખની અંદર

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની ગતિ ઘીમી પડેલી જોવા મળી રહી  છે, સતત કોરોનાના દૈનિક કેસો ઘટતા જઈ રહ્યા છે ત્યારે જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો દેશમાં 70 હજારથી ઓછા કેસ નોંધાયા છે જે મોટી રાહતની વાત કહી શકાય

છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 67 હજાર 597 નવા કેસ નોંધાયા છે. આ સાથે, દે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કોવિડના કારણે કુલ 1 હજાર 188 લોકોના મોત પણ થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ પ્રમાણે દેશભરમાં સક્રિય કેસની કુલ સંખ્યા હવે ઘટીને 9 લાખ 94 હજાર 891 થઈ ગઈ છે. સક્રિય કેસ કુલ સંક્રમણના 2.35 ટકા જ હાલ જોવા મળે છે. હાલમાં દેશમાં રિકવરી રેટ વધીને 96.46 ટકા થઈ ગયો છે.

બીજી તરફ કોરોનાને માત આપનારા દર્દીઓની સંખ્યા પણ વધતી જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશભરમાં કુલ 1 લાખ 80 હજાર 456 દર્દીઓ સાજા થયા છે, જે નવા દર્દીઓની સંખ્યા કરતા લગભગ ત્રણ ગણા છે.

દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે ઘટીને રેકોર્ડ 5.02 ટકા પર આવી ચૂક્યો છે. સાપ્તાહિક હકારાત્મકતા દર પણ હવે ઘટીને 8.30 ટકા પર આવી ગયો છે.આ સમગ્ર સ્થિતિને જોતા હવે એમ કહેવું રહ્યું કે દેશમાં કોરોનાના વળતા પાણી જોવા મળી રહ્યા છે.