Site icon Revoi.in

અમેરિકામાં મોટી દુર્ઘટના: બાલ્ટીમોરમાં જહાજના ટકરાવાથી પુલ તૂટયો, નદીમાં પડી ઘણી ગાડીઓ

Social Share

બાલ્ટીમોર: અમેરિકાના બાલ્ટીમોરમાં મંગળવારે સવારે (સ્થાનિક સમય પ્રમાણે) એક મોટી દુર્ઘટના સર્જાય હતી. અહીં એક કન્ટેનર જહાજના ટકરાયા બાદ એક મોટો પુલ ધ્વસ્ત થયો છે. આ દુર્ઘટનામાં ઘણી ગાડીઓ નીચે નદીમાં પડી ગઈ છે. બીજચી તરફ બચાવકર્મીઓએ જણાવ્યુંછે કે પાણીમાં ઓછામાં ઓછા સાત લોકોની તલાશ કરાય રહી છે

એક્સ પર કરવામાં આવેલી પોસ્ટમાં શેયર કરવામાં આવેલા વીડિયો મુજબ, એવું પ્રતીત થઆય છે કે જહાજ ફ્રાંસિસ ર્કોટના બ્રિજના એક સપોર્ટ સાથે ટકરાયું છે, તેનાથી તે પુલ ઘણા સ્થાનો પરથી તૂટીને પાણીમાં પયો. આ ટક્કરથી જહાજમાં આગ લાગી અને એવું લાગે છે કે તે પાણીમાં ડૂબી ગયું.

બાલ્ટીમોર ફાયર બ્રિગેડ વિભાગના સંચાર નિદેશક કેવિન કાર્ટરાઈટે એસોસિએટેડ પ્રેસને જણાવ્યું કે આ એક ગંભીર ઈમરજન્સી છે. હાલ અમારું ધ્યાન આ લોકોને બચાવવા અને ઠીક કરવાની કોશિશ પર છે. તેમણે કહ્યુ છે કે એવું પ્રતીત થાય છે કે કેટલોક સામાન પુલ સાથે લટકી રહ્યો છે.

કાર્ટરાઈટે કહ્યુ છે કે ઈમરજન્સીમાં રાહત કામગીરી કરનારા બચાવકર્મીઓ ઓછામાં ઓછા સાત લોકોની તલાશ કરી રહ્યા છે. તેમના સંદર્ભે માનવામાં આવે છે કે તેઓ પાણીમાં પડી ગયા. તેમણે કહ્યુ છે કે એજન્સીઓને મોડી રાત્રે લગભગ દોઢ વાગ્યે (સ્થાનિક સમય પ્રમાણે) 911 પર કોલ પ્રાપ્ત થયો, તેમાં જણાવવામાં આવ્યું કે બાલ્ટીમોરથી આવી રહેલું એક જહાજ પુલ પર એક પિલર સાથે ટકરાયું છે. તે સમયે પુલ પર ઘણાં વાહનો હતો. તેમાંથી એક ટ્રેલર ટ્રક પણ હતી.

પટાપ્સકોન નદી પર આ પુલને 1977માં ખોલવામાં આવ્યો હતો. તે આ શહેર માટે ઘણો મહત્વપૂર્ણ હતો. જે બાલ્ટીમોર પોર્ટની સાથે પૂર્વીય તટ પર શિપિંગનું કેન્દ્ર છે અને તેનું નામ ધ સ્ટાર સ્પેંગલ્ડ બેનરના લેખકના નામ પર રાખવામાં આવ્યું છે.