Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂએ આપી દસ્તક, 800 મરઘાઓના મોતથી હડકંપ

Social Share

મુંબઈ: મહારાષ્ટ્રના પરભણી જિલ્લાના મુરુમ્બા ગામમાં સ્થિત પોલ્ટ્રી ફાર્મમાં 800 મરઘાઓના મોત થયા છે. પરભણીના જિલ્લા અધિકારી દીપક મુલગી કરે અગાઉ આ ઘટના બાદ જાણ કરી હતી કે, મરઘાનાં મોતનું વાસ્તવિક કારણ જાણવા માટે નમૂનાઓ તપાસ માટે મોકલવામાં આવ્યા છે. હવે તેનો તપાસ રિપોર્ટ આવી ગયો છે. અને પુષ્ટિ થઈ ગઈ છે કે, આ મોત બર્ડ ફ્લૂના કારણે થયા છે.

બે દિવસમાં મરાઠવાડા વિસ્તારના મુરુમ્બા ગામમાં 800 મરઘાના મોત થયા છે. જે પોલ્ટ્રી ફાર્મમાં મરઘાંના મોત થયા તેને સ્વયં સહાયતાનું જૂથ ચલાવે છે. ડીએમના જણાવ્યા મુજબ, આ પોલ્ટ્રી ફાર્મમાં લગભગ આઠ હજાર મરઘા છે. બે દિવસમાં 800 મરઘાના મોત થયા છે. હવે આ ગામના 10 કિ.મી.ના દાયરામાં આવતા વિસ્તારોમાં મરઘા મોકલવામાં આવશે નહીં.

મહારાષ્ટ્રમાં બર્ડ ફ્લૂનો આ પહેલો કેસ સામે આવ્યો છે. એવામાં હવે આઠ રાજ્યોમાં બર્ડ ફ્લૂના ફાટી નીકળવાની પુષ્ટિ થઈ છે. કેરળ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ગુજરાત અને ઉત્તરપ્રદેશમાં બર્ડ ફ્લૂના ફેલાવવાની પુષ્ટિ થઈ છે.

આ દરમિયાન કેન્દ્ર દ્વારા વિવિધ પ્રાણી સંગ્રહાલય સંચાલનને નિર્દેશ આપવામાં આવ્યો છે કે, તે કેન્દ્રીય ઝૂ ઓથોરિટીને દૈનિક રીપોર્ટ મોકલે અને આવું ત્યાર સુધી જારી રાખો, જ્યાર સુધી તેમના વિસ્તારને રોગમુક્ત જાહેર ન કરવામાં આવે.

-દેવાંશી