Site icon Revoi.in

મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેના મળીને બનાવી શકે છે સરકારઃ- કેન્દ્રીય મંત્રીએ અનેક અટકળો વચ્ચે આપ્યું નિવેદન

Social Share

દિલ્હીઃ- મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ અનેક પ્રકારની અટકળોએ જોર પકડ્યું છે, ત્યારે કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેના નિવેદને આ અટકળોમાં વેગ આપવાનું કાર્ય કર્યુ છે,

વિતેલા દિવસને શુક્રવારના રોજ તેમના દ્રારા એક મોટું નિવેદન આપવામાં આવ્યું હતું, રામદાસ આઠવલેએ કહ્યું કે મહારાષ્ટ્રના પૂર્વ સહયોગી  પક્ષ ભાજપ અને શિવસેના સહિત અન્ય દળોની ‘મહાયુતિ’ ની સરકાર બનાવવામાં આવી શકે છે. આઠાવલેએ કહ્યું કે આ મહાયુતિમાં અદધા અદધા કાર્યાલયને મુખ્યમંત્રી પદ માટે વહેચવામાં આવી શકે છે.

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ પોતાના નિવેદનમાં કહ્યું છે કે મેં આ મુદ્દે ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે ચર્ચા કરી છે અને ટૂંક સમયમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રામદાસ આઠવલેનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે કે, મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ થોડા દિવસ પહેલા જ દિલ્હીમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી, મંગળવારના રોજ પીએમ મોદી સાથે ઉદ્ધવ ઠાકરેએ મુલાકાત કરી હતી, જેમાં પીએમ મોદીએ ગંભીરકા પૂર્વક મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની વાતો સાઁભળી હતી

મંત્રી ઉદ્ધવ ઠાકરે અને મોદીની બેઠક બાદ શિવસેનાના પ્રવક્તા સંજય રાઉતે વડા પ્રધાન મોદીની પ્રશંસા કરી હતી. તેનો ઉલ્લેખ કરતાં રામદાસ આઠવલેએ કહ્યું કે શિવસેના-ભાજપ ગઠબંધનને પુનર્જીવિત કરવાનો આ યોગ્ય સમય છે.

ઉલ્લેખનીય છે કે, ઓક્ટોબર, 2019 માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓ બાદ શિવસેનાએ મુખ્ય મંત્રી પદને લઈને તેની સૌથી જૂના સહયોગી ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. શિવસેનાએ એનસીપી અને કોંગ્રેસની સાથે મળીને મહા વિકાસ અધાડી સરકાર બનાવી લીધી હતી, આ ચર્ચાનો વિષય બન્યું હતું