Site icon Revoi.in

ભાજપની સરકારે આદિવાસીઓને મળનારા અધિકારોથી વંચિત રાખ્યા છેઃ કોંગ્રેસનો આક્ષેપ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં 9મી ઓગસ્ટને આદિવાસી દિનની સરકાર દ્વારા ઊજવણી કરવામાં આવી હતી. ત્યારે કોંગ્રેસે દ્વારા સરકાર પર આક્ષેપ કરવામાં આવ્યા હતો કે,  ગુજરાતમાં ગરીબ આદિવાસીઓ તેમને મળનારા અધિકારથી વંચિત રખાયા છે. 91183 આદિવાસીને જંગલ જમીન અધિકારથી વંચિત કરાયા છે. અલગ અલગ કાયદા લાવીને જંગલની જમીન ભાજપ સરકાર પોતાના મળતિયાઓને આપી શકે છે, પણ ગરીબ આદિવાસીઓને તેમનો અધિકાર આપી શકતા નથી

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા પાર્થિવરાજસિંહ કઠવાડિયાએ જણાવ્યું હતું કે, 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી થઈ રહી હોય ત્યાં આદિવાસી ભાઈઓ-બહેનોને જંગલ જમીનના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની યુપીએ સરકાર આદિવાસીઓ માટે જંગલ જમીન અધિકાર કાયદો લાવી અને ગરીબ આદિવાસીઓને જમીન મળે તે માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. રાજ્યસભામાં અપાયેલ વિગત મુજબ ગુજરાત રાજ્યના 91,183 આદિવાસીને જંગલ જમીન અધિકારથી વંચિત રખાયા છે. જંગલ જમીન કાયદા હેઠળ અરજી કરનારમાંથી 49.08 ટકા આદિવાસી ભાઈઓ-બહેનો તેમના લાભથી વંચિત છે. ગુજરાત રાજ્યના 57054 આદિવાસીની જંગલ જમીનના અધિકારની અરજીઓને નામંજૂર કરવામાં આવી છે. જ્યારે 34,129 અરજી પેન્ડિંગ હાલતમાં છે, હજી તે ઉપર કોઈ નિર્ણય લેવાયો નથી.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  ગુજરાતમાં ભાજપની સરકાર  દ્વારા આદિવાસીઓ માટે મોટી મોટી જાહેરાતો થાય છે, જ્યારે ગરીબ વંચિત આદિવાસીઓને અધિકારો આપવાની વાત હોય ત્યારે તે આદિવાસીઓને લાભથી વંચિત રાખવામાં આવે છે. ગુજરાત રાજ્યની 16 હજાર હેક્ટરથી પણ વધારે જમીનને બિન જંગલ ઉપયોગમાં લેવામાં આવી છે. અલગ અલગ કાયદા લાવીને ગરીબ આદિવાસીઓની જમીન છિનવીને પોતાના મળતિયાઓને લાભ માટેનું વ્યવસ્થા તંત્ર થઈ ગયું હોય તેમ છે. લોકડાઉનમાં ગરીબ આદિવાસીઓ ઉપર જમીનના મુદ્દે બળજબરી કરતા તંત્રને જોયું છે. તંત્ર અને સરકારને આદિવાસીઓની જમીનને ઉદ્યોગો અને કોર્પોરેટને આપતા જોયા છે. અંબાજીથી ઉમરગામના ગરીબ આદિવાસીઓએ પોતાના હક્કની લડાઈ લડવા માટે રોડ ઉપર ઉતરવું પડે છે.