Site icon Revoi.in

BJP અધ્યક્ષ જે.પી.નડ્ડા કોરોના પોઝિટિવ, થયા હોમ ક્વોરન્ટાઈન

Social Share

નવી દિલ્લી:  ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જે.પી.નડ્ડા કોરોનાવાયરસથી સંક્રમિત થયા છે. આ વાત તેમણે પોતે સોશિયલ મીડિયા પર મેસેજ આપીને જાણ કરી છે.

પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં તેમણે ટ્વિટ કરીને જણાવ્યું કે ‘કોરોનાના શરૂઆતના લક્ષણો જોવા મળતા મે ટેસ્ટ કરાવ્યો અને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તબિયત ઠીક છે, ડૉક્ટરોની સલાહ પર હૉમ આઇસોલેશનમાં તમામ દિશા-નિર્દેશોનું પાલન કરી રહ્યો છું. મારી વિનંતી છે કે જે લોકો ગત કેટલાક દિવસમાં મારા સંપર્કમાં આવ્યા હોય તેઓ કૃપા કરીને પોતાને આઇસોલેટ કરીને ટેસ્ટ કરાવે.’

ઉલ્લેખનીય છે કે જે.પી.નડ્ડા એ છેલ્લે બંગાળોનો પ્રવાસ પણ કર્યો હતો અને છેલ્લા થોડા દિવસમાં તેઓ અનેક લોકોને મળ્યા પણ હતા.

હાલ આ બાબતે જે.પી.નડ્ડાએ તે બાબતે પણ જાણ કરી છે કે જે પણ લોકો તેમના સંપર્કમાં આવ્યા છે તેઓ પણ કોરોના ટેસ્ટ કરાવે અને સંક્રમિત થયા છે કે નહી તે બાબતે ધ્યાન દોરે.

Exit mobile version